તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:14 000 છાત્રોની હોલટીકીટમાં કોલેજનું એડ્રેસ ન આપવાની ભૂલ

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોલેજમાં કેન્દ્ર હોય તેવા વિદ્યાર્થીઓ મુલાકાત લઈ આવે, હવે એડ્રેસ સાથે હોલ ટીકીટ આવશે

અત્યારે ચાલી રહેલ બાહ્ય અભ્યાસક્રમ વિભાગ ની પરીક્ષાઓ માં બી. એ. અને બી.કોમ નાં બીજા અને અંતિમ વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓને એક સરખી કોલેજના નામને લઈને ખુબ મુશ્કેલીઓ પડી રહી છે. આજરોજ જાહેર થયેલ બી. એ અને બી.કોમ ની પરિક્ષાની હોલ ટીકીટ માં હજી પણ પૂરું એડ્રેસ ન આપવાની યુનિ. ની ભૂલનું પુનરાવર્તન જોવા મળે છે.

અત્રે ઉલ્લેખનીય છેકે બાહ્ય અભ્યાસક્રમ નાં બં ને કોર્સ નાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 14 હજાર જેટલી છે. આ તમામ વિદ્યાર્થીઓને એડ્રેસ ન હોવાથી અને પરિક્ષા કેન્દ્રવાળી કોલેજ નાં નામની મુંજવણ થી જો કોઈ પ્રશ્નો સર્જાય તો જવાબદારી કોની. બીજા અને અંતિમ વર્ષમાં અમુક વિદ્યાર્થીઓને પરિક્ષા ખંડ માં મોડું પહોંચવું પડ્યું હોય તેવી ઘટના બની હતી.

સરળતા માટે વિદ્યાર્થીઓએ અગાઉ કેન્દ્ર જોઈ લેવા
અત્યારે 2200 જેટલા પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ ની કેન્દ્ર બદલવાની અરજી મંજુર કરવામાં આવી છે. પ્રશ્નો ત્યારે સર્જાય છે કે હોલ ટીકીટ આવ્યા બાદ વિદ્યાર્થી કેન્દ્ર બદલવાની અરજી કરે છે. કેન્દ્ર બદલવાની મંજૂરી નો મેસેજ દરેક વિદ્યાર્થીને મોકલવામાં આવે છે. પરંતુ હોલ ટિકિટ તો જૂની જ રહે છે. ફક્ત નવા કેન્દ્ર માં યુનિ. દ્વારા સૂચના આપી દેવામાં આવે છે કે વિદ્યાર્થી અહીં પરિક્ષા આપશે જેથી કોરોનાનાં સમયમાં મુશ્કેલી ન સર્જાય. અત્યારે જાહેર થયેલ હોલ ટિકિટમાં પૂરા નામ છે પરીક્ષાનાં આગલા દિવસે કેન્દ્ર જોઈ જશે તો સરળતા રહેશે અને પછીની હોલ ટીકીટમાં આખું એડ્રેસ લખવાની સૂચના આપી દેવાઈ છે.> જયદીપસિંહ ડોડીયા, ડેપ્યુટી રજિસ્ટ્રાર MKBU

અન્ય સમાચારો પણ છે...