તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશેષ:સાધનોનો ભાવવધારો, દર્દીના સ્વજનોને બે બાજુનું દુ:ખ

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓક્સિમીટર, માસ્ક, સેનિટાઇઝર, વેપોરાઇઝર, ફ્લોમીટરના ભાવ બેફામ

એક તરફ કોરોનાની બિમારી અને બીજી તરફ કોરોના સંબંધિત દવાઓ, સાધનોના બેફામ ભાવવધારો. આમ કોરોના જેને થયો હોય તેના સ્વજનોને બે બાજુનું દુ:ખ વેઠવું પડે છે. બજારમાં કોરોનાની સારવારમાં વપરાશમાં આવતી દવાઓ, વસ્તુઓ, સાધનોના ભાવ આસમાને પહોંચવા લાગ્યા છે. સર્જીકલ, મેડિકલ ધારકોને પણ કોરોના સંબંધિત વસ્તુઓ, સાધનો અગાઉની સરખામણીએ ઉત્પાદકો પાસેથી, ડીલરો પાસેથી મોંધા મળી રહ્યા છે, તેથી તેઓ નવા ભાવ પ્રમાણે અંતિમ વપરાશકારને આપે છે.

ઓક્સિમીટર: ઓક્સિજન લેવલ માપવા માટે વપરાતુ ઓક્સિમીટર બે મહિના અગાઉ 400થી 800 રૂપિયામાં મળતુ, હવે તેના 1600 રૂપિયા લેવામાં આવી રહ્યા છે.

ઓક્સિજન કન્સન્ટ્રેટર : કોરોનાના દર્દીને પોર્ટેબલ ઓક્સિજન કન્સન્ટ્રેટર અગાઉ 25થી 35 હજારમાં મળતુ, હવે 60 હજાર આપવા છતા બજારમાં ઉપલબ્ધ નથી.

અંબુબેગ: કોરોનાના દર્દીને શ્વાસની તકલીફ સર્જાય છે ત્યારે અંબૂબેગ નો ઉપયોગ થાય છે. જે અગાઉ 800 રૂપિયામાં મળતી હતી હાલ 1200થી 1500 રૂ. ખર્ચ કરવા છતાં ઉપલબ્ધ નથી.

સેનિટાઇઝર: વાયરસથી બચવા માટે સેનિટાઇઝરની 100 મી.લી.ની બોટલ 50માં મળતી હતી, હવે એપ્રિલ મહિનામાં વપરાશ અચાનક વધતા રૂ.80થી 100માં મળવા લાગ્યુ છે.

નેબ્યુલાઇઝર: દવાનો નાસ લેવા માટે વપરાતુ નેબ્યુલાઇઝર અગાઉ 1100માં મળતુ હતુ. હવે રોગચાળો વકરવાની સાથે તેની ડીમાન્ડ વધવા લાગતા 1400થી 2000 રૂપિયામાં મળે છે, બ્રાન્ડેડના 3000 ખર્ચવા પડે છે.

માસ્ક: કોરોના અટકાવવા માસ્ક આવશ્યક છે. સાદા માસ્ક 50રૂપિયામાં 100 મળતા હતા. એપ્રિલ મહિનામાં તેની જરૂરીયાત 5 ગણી વધી જતા હાલ તેના 80 રૂપિયા લેવામાં આવે છે.

ફ્લો મીટર: ઓક્સિજનનો બાટલો મળે, પણ તેનુ ફ્લો મીટર મળતુ નથી. અગાઉ 800 રૂ.માં મળતુ ફ્લો મીટર હવે 5000માં મળવા લાગ્યુ છે. બજારમાં તેની તિવ્ર અછત છે. સેવાભાવી લોકો પડતર ભાવે પણ આપે છે.

વેપોરાઇઝર: કોરોનાના દર્દીને વરાળનો નાસ લેવા માટે વપરાતુ વેપરાઇઝર અગાઉ 150માં મળતુ હતુ. હવે સાજા લોકોમાં પણ વરાળ લેવાનું સામાન્ય બનવા લાગતા તે 400 રૂ.માં મળવા લાગ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...