તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:CNG ટર્મિનલ માટે ભાવનગર પોર્ટ પર પર્યાવરણીય સર્વેનો આરંભ થયો

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1900 કરોડના ખર્ચે ભાવનગર પોર્ટ ખાતે સવલતો ઉભી કરાશે
  • કન્ટેનર હેન્ડલિંગ માટે પણ ભાવનગર પોર્ટ પર વ્યવસ્થા ઉમેરાશે

ભાવનગર બંદર બારમાસી પોર્ટ છે અને અહીં જળ પરિવહન વડે વ્યાપરની અનેક તકો ઢબૂરાયેલી પડેલી છે. એક સમયે ભાવનગર બંદરને તાળા મારવાની વાતો સરકારમાં ચાલી રહી હતી, પરંતુ બાદમાં ધીમી ગતિએ પ્રગતિ કરવામાં આવી અને હાલ સરેરાશ 20 લાખ મે.ટન કાર્ગો પ્રતિ વર્ષ અહીંથી હેન્ડલિંગ કરવામાં આવે છે. હવે ભાવનગર બંદર પર સીએનજી ટર્મિનલનો પ્રોજેક્ટ આવી રહ્યો છે અને તેના માટેનો પર્યાવરણીય સર્વે શરૂ કરાવવામાં આવ્યો છે.

1900 કરોડ રૂપિયાના રોકાણથી ભાવનગર બંદર ખાતે સીએનજી ટર્મિનલનો પ્રારંભ કરાવવામાં આવનાર છે. ગુજરાત સરકાર દ્વારા આ પ્રોજેક્ટને ગત વર્ષે મંજૂરીની મહોર મારવામાં આવી હતી. કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી) ટર્મીનલ બનાવવા માટેની જરૂરી સવલતો ઉભી કરવામા આવશે. પ્રસ્તાવિત હેન્ડલિંગ ક્ષમતા 1.50 મિલિયન મેટ્રિક ટન નક્કી કરવામાં આવી છે. સીએનજી ટર્મિનલ ઉપરાંત કન્ટેનર હેન્ડલિંગ માટે પણ ભાવનગર પોર્ટ પર વ્યવસ્થાઓ સાથે જ ઉભી કરવામાં આવે તે દિશામાં પણ કામ કરવામાં આવી રહ્યું છે.

ઉપરાંત રો-રો ટર્મિનલ, લીક્વીડ કાર્ગો ટર્મિનલ, લૂઝ કાર્ગો ટર્મિનલની પણ યોજનાઓ છે.ભાવનગર પોર્ટ ખાતે આકાર લેનાર સીએનજી ટર્મીનલ માટે કેન્દ્ર સરકારના સંબંધિત મંત્રાલય તળેના સરકારી વિભાગ દ્વારા પર્યાવરણીય સર્વે શરૂ કરાવવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારમાં ભાવનગરના મનસુખભાઇ માંડવીયા પોર્ટ ખાતાનો પોર્ટફોલિયો સંભાળતા હોવાથી આ પ્રોજેક્ટ માટે જે કાંઇ જરૂરી મંજૂરીઓ લેવાની હોય છે તેને ગતિ પ્રદાન કરવામાં આવી રહી છે.

લંડનમાં હેડક્વાટર ધરાવતા ફોરસાઇટ ગ્રુપ અને મુંબઇ સ્થિતિ પદ્મનાભ મફતલાલ ગ્રુપના સંયુક્ત પ્રયાસોથી ભાવનગર પોર્ટ ખાતે નવી સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવશે. પ્રથમ ચરણમાં 1300 કરોડ અને દ્વિતિય ચરણમાં 600 કરોડ એમ કુલ મળીને 1900 કરોડનું રોકાણ અહીં કરવામાં આવનાર છે. સીએનજી પ્રોજેક્ટ માટે ભાવનગર બંદરની બેસિનને નવપલ્લિત કરવામાં આવશે, ઉપરાંત જર્જરીત બની ગયેલા લોકગેટને હટાવી અને તેની જગ્યાએ જવો લોકગેટ ઉપરાંત અન્ય બે લોકગેટ પણ સામેલ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...