તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:ગુજરાત ગેસની અલંગમાં એન્ટ્રી, ગેસ લાઈનથી જહાજ તોડવાનાં પ્રશ્નો હલ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4 વર્ષમાં કુલ 1500 કિ.મી. ની પાઇપલાઈન, માસિક દોઢ લાખ કિલોનું વેચાણ
  • પાંચ ઈન્ડસ્ટ્રીઝમાં ગેસ મળતો પણ થઈ ગયો
  • પાલિતાણામાં PNGના જોડાણો કાર્યરત થઈ ગયા

ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા તાજેતર માં જ ભાવનગર માં ધોમધખતા એવા અલંગ જહાજવાડા ખાતે ગેસ કનેક્શન પહોંચાડવાની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાત ગેસ દ્વારા આ એક અગત્યની જગ્યા ગણવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં ત્યાં જહાજ તોડવા માટે સિલિન્ડર ગેસ નો ઉપયોગ જ કરવામાં આવતો હતો. ત્યાં ગેસલાઈન પહોંચવાથી ઘણા બધા પ્રશ્નો હલ થઈ જશે. હાલમાં અહી 5 ઇન્ડસ્ટ્રી ને ગેસ પહોંચાડવાની શરૂઆત થઈ ગઈ છે. જ્યારે ભવિષ્યમાં બીજી 11 ઇન્ડસ્ટ્રી ને પાઇપલાઇન વડે ગેસ પહોંચાડવા આવશે.

છેલ્લા ચાર વર્ષમાં ભાવનગરમાં ગુજરાત ગેસ દ્વારા 1500 કી.મી. ની પાઇપલાઇન નાખીને 40 હજાર ગ્રાહકોને ઘર વપરાશ માટે પી. એન.જી આપવામાં આવી રહ્યો છે. ગુજરાત ગેસ લિમિટેડ ને 2014 માં સીટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ની માન્યતા પ્રાપ્ત કર્યા બાદ 2017 થી ભાવનગરનાં ભૌગોલિક વિસ્તાર માં પાઇપલાઇન નેટવર્ક ની સ્થાપના કરવામાં આવી છે આગલા એક વર્ષમાં આ નેટવર્ક ભાવનગર નાં 60 હજાર ઘરો માં ઘરેલુ પી. એન.જી પૂરો પાડે તેવી વ્યવસ્થા થશે. ભાવનગર નાં પાલીતાણા અને શિહોર નેટવર્ક ની અનુક્રમે 2017 અને 2018 માં સ્થાપના કરવામાં આવી છે.

હાલમાં પાલીતાણા ખાતે 3 સી. એન.જી સ્ટેશન, પી. એન.જી ગેસ ના 36 કોમર્શિયલ અને 800 ઘરેલુ વપરાશ નાં કનેક્શનો ઉપલબ્ધ છે. ભાવનગર પી. એન.જી ની સાથે સાથે સી.એન.જી ગેસ નો ઉપયોગ પણ ખૂબ વધ્યો છે. અત્યારે શહેરમાં માસિક 1 લાખ 50 હજાર કિલો સી.એન જી ગેસ વેચાય છે જેમાંથી 4000 ગાડીઓ અને 5000 અન્ય વાહનો ચાલી રહ્યા છે. દૈનિક 45 હજાર કિલો સી.એન.જી ગેસ નો ઉપયોગ કરવામાં આવે છે. હાલમાં ભાવનગર માં 27 સી.ઈન.જી. સ્ટેશન છે અને આવતા એક વર્ષમાં 15 થી વધારે સી. એન.જી સ્ટેશન બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

ક્યાં ક્યાં વિસ્તારમાં પી.એન.જી. પહોંચ્યો
શહેરમાં વરતેજ, ચિત્ર, આર.ટી.ઓ સર્કલ, કાળીયાબીડ, વિઠ્ઠલવાડી, હિલ ડ્રાઈવ, સુભાષનગર, નીલમ બાગ, કાળાનાણાં થી લઇ ને ટોપ ૩ સર્કલ તથા મહિલા કૉલેજ સુધી પાઇપલાઇન નેટવર્ક ની સ્થાપના કરવામાં આવી છે.આટલા વર્ષો સુધી રાહ જોયા બાદ હવે શહેર નાં આનંદનગર, ક્રેસન્ટ, ખાર ગેટ, વડવા અને કુંભારવાડા જેવા વિસ્તારો માં નેટવર્ક ની સ્થાપના હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...