તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Enthusiasm Among Young People To Register For The Vaccine, On The Other Hand 15476 People Did Not Get Vaccinated Even After Registration

જાગૃતિનો અભાવ:વેક્સિન માટે યુવાનોમાં રજિસ્ટ્રેશન કરાવાનો અદમ્ય ઉત્સાહ, બીજી બાજુ રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ પણ 15476 લોકોએ રસીકરણ ન કરાવ્યું

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નોંધણી કરાવ્યા બાદ અનેક લાભાર્થી નહીં આવતા વેક્સિન નકામી થઈ જાય છે
  • 20મી મે બાદ 20 કેન્દ્રો પર 18 થી 44 વર્ષ સુધીના 4000 લોકોને વેક્સિનની ક્ષમતા પરંતુ એક દિવસ સંપૂર્ણ રસીકરણ ન થયું
  • Á એક મહિનામાં 18 થી 44 વર્ષના કુલ 47654 લોકોએ રસીનો પ્રથમ ડોઝ આપ્યો

સરળતાથી મળતી ચીજવસ્તુઓની કિંમત ના હોય તેવું જ કોરોનાની વેક્સિનનું છે. મે મહિનાના પ્રારંભે 18 થી 44 વર્ષના લોકોને ઓનલાઇન રજીસ્ટ્રેશન ફરજીયાત અને ભાવનગર શહેરમાં રોજના 1000 ની જ લિમિટ રહેતા લોકો રસી માટે ઓનલાઇનમાં કાગડોળે રાહ જોઈ બઠા હતા અને છેલ્લા 12 દિવસથી શહેરના 20 કેન્દ્ર પર 4000 લોકો વેક્સિન અાપવાનું શરૂ કર્યું તો આ 12 દિવસમાં 15476 લોકોએ જાણે કોરોનાની ત્રીજી લહેરની રાહ હોય તેમ રસીકરણ કરાવ્યું નહીં. આરોગ્ય વિભાગ દ્વારા રસીનો વેડફાટ ના થાય તેની તકેદારી રાખવામાં આવે છે પરંતુ ઘણાં કિસ્સામાં અંતમાં આવેલા એકલ દોકલને કારણે વેક્સિન વેસ્ટ જાય છે.

કોરોના સામે સુરક્ષિત કરવા માટે વેક્સિનેશનના પ્રારંભે લોકોને હાથ પકડી પકડી તંત્ર દ્વારા રસીકરણ કરાવવામાં આવતું હતું. ત્યારબાદ રસીકરણની ગંભીરતા સમજાતા રસી લેવા માટે લોકો સવારથી લાઇનોમાં ઊભા રહી જતા હતા. અને 1લી મેથી 18 થી 44 વર્ષની ઉંમરના લોકોને રસીકરણ શરૂ થતાં આખો દિવસ રજીસ્ટ્રેશન માટે રાહ જોઈ બેઠતા હતા. પરંતુ લોકોની જાગૃતતા અને સમજદારીમાં પણ ભરતી ઓટ આવતી હોય તેમ ગત મહિનાની શરૂઆતમાં યુવાધન જે રસીકરણ માટે રજીસ્ટ્રેશન થવાની રાહ જોઈને બેઠું હતું તે લોકોને 20 મી મે બાદ સુવિધા વધારતા રસીકરણનો જાદુ ઓસરી ગયો છે.

1લી મેથી ભાવનગર શહેરના 10 કેન્દ્રો પર એક એક કેન્દ્રમાં 100 વ્યક્તિઓને રસી આપવાની મંજૂરી સાથે રોજના 1000 જેટલા જ 18 થી 44 વર્ષના લોકોને રસી અપાતી હતી તે 20મી મે બાદ 20 કેન્દ્રો પર દરેક કેન્દ્રમાં 200 લેખે રોજના 18 થી 44 વર્ષના 4,000 લોકોને રસીકરણ આપવાનું શરૂ કર્યું પરંતુ આજ સુધી એક પણ દિવસ 4,000 લોકોને રસીકરણ થયું નથી.20મી મે થી 31મી મે દરમિયાન 12 દિવસમાં 18 થી 44 વર્ષના 48,000 લોકોને રસીકરણ આપી શકવાની સામે માત્ર 32,524 લોકોએ જ રસીકરણ કરાવ્યું હતું.

જેથી 15,476 લોકો એનકેન પ્રકારે રસીકરણથી વંચિત રહી ગયા હતા. અને બીજી રીતે જોઈએ તો વાઇલ તોડ્યા બાદ ચાર કલાક સુધી વેકસીન વાયેબલ હોવાથી રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ વેક્સિન લેવા માટે નહી આવતા અનેક વેક્સિન નકામી થઈ ગઈ જાય છે. આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિન વેસ્ટિજ ન થાય તે માટે તકેદારી રાખી નોંધણી કરાવેલા લોકોને ફોન કરીને કેન્દ્ર પર બોલાવી લેતા હોય છે.

ફેક્ટ ફાઈલ

મે માસમાં 18થી44વર્ષના લાભાર્થી : 47654

માર્ચથી મે સુધી કુલ પ્રથમ ડોઝના લાભાર્થી : 172095

કેન્દ્રો પર વેક્સિન : ​​​​​​​20

રોજની વેક્સિનની મર્યાદા : 4000

વેક્સિન નકામી નથી જવા દેતા, યોજનાબદ્ધ કાર્યવાહી
વેક્સિનના એક વાયલમાંથી 10 લોકોને વેક્સિન આપી શકાય છે. વાયલ તોડયા બાદ ચાર કલાક સુધી વાયેબલ હોય છે. કોર્પોરેશનના 20 કેન્દ્રો પર રોજના 4,000 લોકોની વેક્સિનની લિમિટ સામે ઘણા ઓછા લોકો વેક્સિન આપવા આવે છે. પરંતુ વેક્સિન વેસ્ટેજ ન જાય તે માટે કેન્દ્ર પર લાભાર્થીઓની સંખ્યા મુજબ વાયલ તોડવામાં આવે છે અને તેમ છતાં ઘટે તો નોંધણી કરાવેલા લાભાર્થીઓને ફોન કરીને પણ બોલાવી લેવામાં આવે છે. - ડો. મૌલિક વાઘાણી, ઈ.આરોગ્ય અિધકારી મ્યુ.કોર્પોરેશન

અન્ય સમાચારો પણ છે...