એજ્યુકેશન:શિક્ષકોને નડતી મુશ્કેલીઓ દિવાળી પૂર્વે દુર કરવાની ખાત્રી

ભાવનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષકો પર અન્ય કામગીરીનું ભારણ ઓછું કરો

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા અભ્યાસ સમિતિની બેઠક શિક્ષણ વિભાગ સાથે યોજાઇ જેમાં શિક્ષકો પાસે લેવામાં આવતી વિવિધ પ્રકારની કામગીરીઓ,એકમ કસોટીઓ, સ્કૂલ ઓફ એક્સલન્સ, કમાન્ડ એન્ડ કંન્ટ્રોલનું ડેટા કલેક્શન અને CCCની કામગીરી સહિત પ્રાથમિક, માધ્યમિક શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે અભ્યાસ સમિતિના સભ્યો અને શિક્ષણ સચિવ વિનોદ રાવ પ્રાથમિક શિક્ષણ નિયામક મહેશભાઇ જોશી વિ. સાથે મેરેથોન બેઠક યોજાઇ જેમાંપ્રાથમિક શાળા, શિક્ષણ અને શિક્ષકોના નીચે પ્રમાણેના વિષયોની ચર્ચા કરવામાં આવી જેમાં એકમ કસોટીઓ ઓછી કરવામાં આવે, બી.એલ.ઓ કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવે, ઓનલાઈન કામગીરીનું ભારણ ઘટાડવામાં આવે, પાઠ્યપુસ્તકો સમયસર મળે, શિક્ષકોને વધુમાં વધુ વર્ગખંડમાં રાખવામાં આવે, ઈન્સ્પેક્ટર રાજમાંથી મુક્તિ અપાય તેવી માંગ કરાઇ હતી.

આ અવસરે પ્રાથમિક શિક્ષકોના પડતર પ્રશ્નો જેવાકે બદલી થયેલા શિક્ષકોને કોઈ બાદ વગર ઝડપથી છુટા કરવામાં આવે, તાલુકા બહાર ગયેલા શિક્ષકોને પોતાના તાલુકામાં સમાવેશ કરવામાં આવે, વતનનો નિયમ દુર કરી બદલી નો લાભ આપવામાં આવે, વધ થયેલા એચ.ટાટ. શિક્ષકો પરત લાવવામાં આવે, વ્યાયામ શિક્ષકોને સળંગ એકમમા ગણવામાં આવે, સંગઠન દ્વારા આપવામાં આવેલા 111 પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી દિવાળી પહેલાં તમામ પ્રશ્નો ઉકેલાશે એવી ખાત્રી વિનોદ રાવ તથા અન્ય ઉચ્ચ અધિકારીઓએ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...