તંત્ર કાર્યરત:100 દિવસના લક્ષ્યાંકમાં 36 હજાર ઈ-શ્રમ કાર્ડની નોંધણી

ભાવનગર3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગર જિલ્લામાં તંત્ર કાર્યરત
  • કોર્પોરેશન​​​​​​​ દ્વારા વોર્ડ અને ઝોનલ ઓફિસે નોંધણી

સરકારે અસંગઠિત કામદારોના ઇ- શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન કરાવવાનું દબાણ કરતા તંત્ર દોડતું થયું છે. અને કોર્પોરેશનમાં તો તમામ વિભાગના કર્મચારીઓ-અધિકારીઓને ટાર્ગેટ આપી ફિલ્ડમાં દોડાવ્યા હતા. અંતે ઈ- શ્રમ કાર્ડ પોર્ટલ પર તા.17મી માર્ચ સુધીમાં 100 દિવસના ટાર્ગેટ હેઠળ ભાવનગર જિલ્લામાં કુલ 36150 રજીસ્ટ્રેશન કર્યા છે.

ભાવનગર કોર્પોરેશનના જુદા જુદા વિભાગોના સ્ટાફ દ્વારા અસંગઠિત શ્રમયોગીઓના રજીસ્ટ્રેશનની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં રત્ન કલાકારો, રીક્ષા ચાલકો, મજુર, કડિયા, રોજમદાર, કારીગરો, જીઆઇડીસીના કારીગરો વગેરેનું ઈ-શ્રમ કાર્ડ નોંધણીની કામગીરી શરૂ છે. ભાવનગર ખાતે કોર્પોરેશનની તમામ વોર્ડ ઓફિસ અને ઝોનલ ઓફિસ ખાતે ઓપરેટર અને બાયોમેટ્રીક્સની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...