તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દારૂ ઝડપાયો:તળાજા-મહુવા હાઈવે પરથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો, અકસ્માતગ્રસ્ત વાહનમાંથી દારૂ મળ્યો

ભાવનગર18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે વાહનના ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધી

ભાવનગર એલ.સી.બી. સ્ટાફનાં માણસો નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતાં. બાતમી રાહે હકિકત મળેલ કે, તળાજા- મહુવા હાઇ-વે ઉપર આવેલ ઠાકર ધણી હોટલથી હાજીપરનાં પાટીયા વચ્ચે રોડ ઉપર એક બોલેરો પીકઅપ જેવું વાહન પલ્ટી ખાઇ ગયેલ હાલતમાં પડેલ છે. વાહનમાં ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂનો જથ્થો ભાવનગર એલસીબી એ ઝડપી લીધો હતો.

એલસીબી ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતા તે દરમિયાન સ્ટાફનાં માણસો સાથે આ ચોક્કસ બાતમીવાળી જગ્યાએ આવતાં અલગ- અલગ બ્રાન્ડની 750 મિલી ની કંપની સીલપેક બોટલ નંગ-54 કિ.રૂ.16,200 તથા 180 ML ની કંપની સીલપેક બોટલ નંગ- 549 કિ.રૂ.54,900 મળી કુલ બોટલ નંગ- 603 કિ.રૂ.71,100 નો મુદ્દામાલ ઝડપી લીધો હતો, આ અંગે અજાણ્યા બોલેરો પીકઅપ વાહન ચાલક વિરૂધ્ધ તળાજા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો