ભાવભરી વિદાય:એન્જિનિયર મુમુક્ષુ કરણકુમારને આજે તેમના ઘરેથી ભાવભરી વિદાય અપાશે

ભાવનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુમુક્ષુ કરણકુમાર સાથે થયેલ વાતચીતના અંશો

ભાવનગરમાં રહેતા અને બી.ઈ.સીવીલ એન્જીનીયર થયેલ અને માતા-પિતાના એક માત્ર 24 વર્ષીય લાડકવાયા સંતાન મુમુક્ષુ કરણકુમારની જૈન ધર્મની દીક્ષા તા.29/11ના સુરત મુકામે 75 મુમુક્ષુઓની સાથે થશે. તા.22/11ને સોમવારે મુમુક્ષુ કરણકુમારની તેમના નિવાસસ્થાન શીતલ ફ્લેટ, કાળુભા ચોકથી સવારે 7 કલાકે અંતિમ ઓવારણા (વિદાય) થશે. તેમને ભાવભરી વિદાય આપવામાં આવશે. આ પ્રસંગે સકળસંઘને આશીર્વાદ આપવા પધારવા જણાવાયું છે.

સવાલ 1 : તમને દીક્ષા લેવાનુ મન કઈ રીતે થયુ ?
જવાબ : દરેક વ્યક્તિને ખુશ રહેવાની અને સુખી થવાની જ ઈચ્છા હોય છે. હું સંસારમાં પણ રહ્યો અને મુમુક્ષુપણામાં દીક્ષાની ટ્રેનીંગ પણ લીધી અને અનુભવ કર્યો કે 24 x 7 ખુશ રહેવું હોય, સ્ટ્રેસ ફ્રી રહેવુ હોય તો દીક્ષા વગર શક્ય નથી. આ જિંદગી અને આવનારી જિંદગી પણ દિક્ષાન કારણે સુખમય બનવાની હોય તો કેમ દીક્ષા ન લઉ ? બસ, આ જ કારણથી દીક્ષા લેવાનું નક્કી કર્યું.
સવાલ 2 : તમોને દીક્ષા લેતા પહેલા દીક્ષા અંગેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે કે કેમ ?
જવાબ : દીક્ષાનું નક્કી કર્યા પછી મે છ મહિના સુધી ટ્રેનીંગ લીધી છે. જેમાં વિહાર, વ્રત, સ્વાધ્યાય, વૈયાવચ્ય વગેરે છે.
સવાલ 3 : તમારા માતા-પિતાએ દીક્ષા લેવા માટે સંમતી આપી છે કે કેમ ?
જવાબ : ખરેખર કહુ તો હુ દીક્ષા સુધી પહોંચ્યો એમાં સૌથી વધુ કોઈનો ઉપહાર હોય તો તે ગુરૂ મહારાજનો છે. એ પછી મારા માતા-પિતા આવે છે. જેમણે આજ સુધી મારા પાસેથી કશી જ અપેક્ષા રાખી નથી. બસ એક જ ઈચ્છા રાખી છે કે હુ સુખી થાઉ અને આ જ કારણથી મારા પિતાએ સામેથી મને ગુરૂ મહારાજ પાસે મોકલ્યો અને મારી માતાએ પણ હું એકનો એક હોવા છતા ખુશીપૂર્વક સંમતિ આપી.
સવાલ 4 : જૈન સમાજમાં દીક્ષા લેવી અને પાળવી બહુ કઠીન છે તો શું આ સાચુ છે ?
જવાબ : કોઈ પણ કામ ત્યાં સુધી અધુરૂ છે જ્યાં સુધી આપણુ મન તેના માટે તૈયાર ન હોય. એકવાર મનથી નક્કી ક ર્યા પછી કોઈ કામ કઠીન નથી હોતુ વળી, મન સ્વસ્થ હોય તો કોઈ પણ શારીરિક કષ્ટ અસર નથી કરી શકતુ અને દીક્ષામાં તો 24 કલાકે મન સ્વસ્થ રહે છે.
સવાલ 5 : દીક્ષા લીધા બાદ તમારે આખો દિવસ તમારી શું પ્રવૃતિઓ રહેશે ?
જવાબ : ગુરૂઆજ્ઞા પ્રમાણે શાસ્ત્રનો અભ્યાસ.આમા ક્યારેય એવુ થાય કે આખો દિવસ ભણવાનુ જ ? કંટાળો ના આવે ? જેમ બિઝનેસમેન રોજ બિઝનેસ કરે છતા કંટાળો આવતો નથી તેમ દીક્ષા લીધા પછી પણ ગુરૂ મહારાજ દરેકની રૂચી પ્રમાણેના વિષયનું અધ્યયન કરાવે છે. જેથી તેમાં પણ કંટાળો આવતો નથી. તેમજ દિક્ષા બાદ અભ્યાસ સિવાય પણ વૈયાવચ્ચ વગેરે બીજી પ્રવૃતિઓ હોય છે.

અન્ય સમાચારો પણ છે...