તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉર્જાસંરક્ષણ:ઉર્જા મર્યાદિત હોય ઉદ્યોગોમાં પણ ઉર્જા સંરક્ષણ હવે આવશ્યક

ભાવનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પર્યાવરણની જાળવણી માટે પ્રતિજ્ઞા લેવામાં આવી
  • જ્ઞાનમંજરી ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી ખાતે વેબિનારમાં એનર્જી ઓડીટ અંગે વિવિધ ઉદ્યોગોના કેસ સ્ટડી પર ચર્ચા

એક સર્વે મુજબ ચોથી ઓદ્યોગિક ક્રાંતિમાં વેશ્વિક ઉત્પાદન ક્ષેત્રે ભારત એક આગવું સ્થાન ધરાવે છે. આ ઓદ્યોગિક ક્રાંતિ પાછળ નું મુખ્ય પરિબળ છે ઉર્જા. પરંતુ ઉર્જાના મર્યાદિત જથ્થા ને કારણે હવે ઉદ્યોગોમાં પણ ઉર્જાસંરક્ષણની જરૂરિયાત ઉભી થઈ રહી છે. ઉદ્યોગ ક્ષેત્રે ઉર્જાસંરક્ષણની જાગૃતતા માટે ભાવિ ઇજનેરો માટે જ્ઞાનમંજરી ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી મિકેનિકલ એન્જિનિરીંગ વિભાગ અને પેટ્રોલીયમ કન્ઝરવેશન રીસર્ચ એસોસીએશન (પી.સી.આર.એ.)ના સહયોગથી એક વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વેબિનારમાં (પી.સી.આર.એ.)ના ડેપ્યુટી ડિરેક્ટર (SRO Rajkot) પ્રતિક સાહનીએ ઉદ્યોગ ક્ષેત્રે ઉર્જાસંરક્ષણમાં મિકેનિકલ એન્જિનિયરની ભૂમિકા વિષય અંતર્ગત વિગતવાર માહિતી આપી હતી. તદુપરાન્ત એનર્જી ઓડીટ અંગે વિવિધ ઉદ્યોગોના કેસ સ્ટડી પર ચર્ચા કરવામાં આવી હતી. વેબિનારના અંતમાં વિદ્યાર્થીઓ પાસે એનર્જી કન્ઝરવેશન અને પર્યાવરણની જાળવણી માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.આ કાર્યક્રમનું સંચાલન મિકેનિકલ ખાતાના પ્રો. સંદીપસિંહ વાળા દ્વારા કરવામાં આવ્યું હતું. આ વેબીનારમાં ઉર્જા સંરક્ષણની જરૂરીયાત અને તેના અંગેની જાગૃતતા માટે વક્તાઓ દ્વારા જાગૃતિ ફેલાવવામાં આવી હતી. બાદમાં વિદ્યાર્થીઓ પાસે પર્યાવરણની જાળવણી અંગે પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...