તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • Employees Are Annoyed With One Order Of Many Election Operations, If A Senior Is Put On The Booth In Duty, Then A Junior Is Put In The Zonal!

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસંગતતા:એકને અનેક ઓર્ડર ચૂંટણીની કામગીરીમાં કર્મચારીઓ નારાજ, ફરજમાં સિનિયરને બુથ ઉપર મુકાયા તો જુનિયરને ઝોનલમાં !

ભાવનગર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઘણા કર્મચારીઓને બે થી વધુ કામગીરીના ઓર્ડર ફાળવાતા દોડધામ

મહાનગરપાલિકાની ચૂંટણીમાં સરકારી કર્મચારીઓને સોંપાયેલી કામગીરીમાં અનેક વિસંગતતાઓને કારણે કર્મચારીઓ અને અધિકારીઓમાં પણ નારાજગી ફેલાઈ છે. ઘણા કર્મચારીઓને તો એક સાથે ચાર ચાર જગ્યા અને કામગીરીના ઓર્ડર થયા છે. તો ઘણી કામગીરીમાં જુનિયરને સિનિયર અધિકારી ને સોંપાયેલી કામગીરીની ઉપરની જવાબદારી સોંપાઈ છે. આ કામગીરીમાં કર્મચારી અધિકારીઓની સિનિયોરીટી અને હોદ્દા પ્રમાણે અનેક વિસંગતતાઓ બહાર આવી છે. શહેર અને જિલ્લાના મોટાભાગના શિક્ષકોને ચૂંટણીની કામગીરી સોંપાઈ છે. પોલિંગ, ઝોનલ અને રેક્વીઝીટમાં રખાયા છે.

શિક્ષકોમાં પણ વિદ્યાસહાયક પુરુ કરેલ‍ા જુનિયર શિક્ષકોને પ્રિસાઇડિંગની કામગીરી સોંપાઈ છે તો આચાર્ય કક્ષાના સિનિયર શિક્ષકોને પોલિંગમાં કામગીરી સોંપવામાં આવી છે. યુનિવર્સિટીના જુદા જુદા ભવનના પ્રોફેસર અને હેડ ઓફ ડિપાર્ટમેન્ટને બુથમાં કામગીરી સોંપાયેલી છે. જ્યારે વર્ગ-3 અને 2ના કર્મચારીઓને ઝોનલ માં મુકવામાં આવ્યા છે. આટલું જ નહી પરંતુ ઘણા કર્મચારીઓને એક કરતા વધારે કામગીરીના ઓર્ડર કરવામાં આવ્યા છે. કોર્પોરેશનના જ એક શિક્ષકને ચાર ચાર કામગીરીના ઓર્ડર થયા છે. જેથી કર્મચારી પણ અસમંજસતામાં મુકાઈ જાય છે.

તમામ શિક્ષકોને ઓર્ડર, શાળા બિનવારસી
મોટાભાગની શાળાઓના તમામ શિક્ષકોને અન્ય શાળાના બુથમાં અને ઝોનલમાં કામગીરી સોંપી હોવાથી ચૂંટણી માટે શાળાનું બિલ્ડીંગ સોપવા અને ચૂંટણી બાદ તેનો કબજો સ્વીકારવા ઘણી મુશ્કેલી ઊભી થાય છે. જેથી એક શિક્ષક સ્થાનિક શાળામાં હોય તો તે શાળાનું બિલ્ડીંગ પણ સચવાય રહે તેવી શિક્ષકોમાં લાગણી ઊભી થઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો