તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજીવીકા:37000થી વધુ શ્રમિકોને રોજગારી આપી રાજ્યમાં ભાવનગર પ્રથમ, 129 ગ્રા.પં.માં શ્રમિકોને મનરેગા હેઠળ મળી રોજગારી

ભાવનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સ્થાનિક ભંડોળ ઊભું કરવા અને ગ્રામીણ રોજગારી આપવાના હેતુથી જુના ઉપરાંત નવા 5 હજાર જોબ કાર્ડ ઈસ્યુ કરાયા

છેલ્લા લાંબા સમયથી લોકડાઉનને કારણે શ્રમજીવીઓ રોજગારી વગર હાડમારી ભોગવી રહ્યા છે. ત્યારે ભાવનગર જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા મનરેગા હેઠળના કામો શરૂ કરવાની મંજૂરી મળતા જિલ્લાની 129 ગ્રામ્ય પંચાયતમાં આ કામો શરૂ કરી દેવામા આવ્યા છે અને જેના થકી હાલ 37519 શ્રમીકોને જિલ્લામાં રોજગારી મળી રહી છે. જે ભાવનગર જીલ્લો સમગ્ર રાજ્યમાં મનરેગા હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી આપવામાં પ્રથમ સ્થાને છે.

સ્થાનિક ભંડોળ ઊભું કરવા તેમજ ગ્રામીણ રોજગારી પ્રદાન કરવાના હેતુથી શરૂ કરાયેલ મનરેગા યોજના હેઠળ મહત્તમ લોકોને રોજગારી મળે તે પ્રકારે સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા છે. જેમા જુના ઉપરાંત 5 હજાર જેટલા નવા જોબ કાર્ડ ઇસ્યુ કરાયા છે તેમજ નવા દર મુજબ શ્રમિકોનુ ભથ્થુ રૂ.224 નક્કી કરવામાં આવ્યું છે.આ યોજના હેઠળ રોજગારીની સાથે સાથે ગ્રામીણ વિકાસ પણ કરવામા આવી રહ્યો છે. જે અંતર્ગત તળાવો, ચેકડેમો, રિવર રીજ્યુવીનેશન પ્રોજેક્ટ અંતર્ગત ડિસલ્ટીંગ, સામાજિક વનીકરણ હેઠળના વૃક્ષારોપણના કામો, વોટરશેડ પ્રોજેક્ટ અંતર્ગતના કામો પણ તબક્કાવાર શરૂ કરી આગામી સમયમા તમામ ગ્રામ પંચાયતને નરેગાના કામ હેઠળ આવરી લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો