જીવન દાયક સેવા:સગર્ભા માતા માટે કટોકટીની પળોમાં ઇમરજન્સી સેવાએ બે જિંદગીઓને બચાવી

ભાવનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાવાઝોડાની વિકટ પરિસ્થિતિમાં ઘરે જઈને મહિલાને સફળ પ્રસૂતિ કરાવી
  • માતા સાથે આવનાર બાળકની પણ જિંદગી બચાવી શકાઇ

ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના ગુજરાદા ગામની સગર્ભા માતા માટે કટોકટીની પળોમાં 108ની ઇમરજન્સી સેવા ખરા અર્થમાં જીવન દાયક બની છે.

હાલમાં માતા અને બાળક બંનેની તબિયત સ્થિર

ગુજરાદા ગામના સગર્ભા નીતાબેન ભાવેશભાઇ બારૈયાને પ્રસૂતિની પીડા ઉપડતાં તાત્કાલિક 108 ઇમરજન્સી સેવાનો સંપર્ક કરતા 108ની ટીમે ઘરે જઈને મહિલાને સફળ પ્રસૂતિ કરાવી હતી. હાલમાં માતા અને બાળક બંનેની તબિયત સ્થિર છે. સામાન્ય રીતે આવા સંજોગોમાં નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર લઈ જઈને પ્રસુતિ કરાવવી જરૂરી હોય છે. પરંતુ વાવાઝોડાની વિકટ પરિસ્થિતિમાં અને સમયનો તકાજો જોઈને તેમ કરવું શક્ય ન હતું.

તેથી 108 ની ટીમે ઘર પર જ પ્રસુતિ કરવવાનો નિર્ણય લીધો હતો. જેથી માતા સાથે આવનાર બાળકની પણ જિંદગી બચાવી શકાય. આમ, 108 ની સમયસરની સેવાને પરિણામે બે જિંદગીઓને બચાવી શકાઇ છે.

અન્ય સમાચારો પણ છે...