અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશન રાજ્યકક્ષાની એક જ માત્ર પરિવહનને લગતી ટ્રાન્સપોર્ટની સંસ્થા છે જેમાં લગભગ 12 લાખ નાના-મોટા વ્યાપારિક વાહનમાલિકો સભ્ય છે. ખાસ કરીને ટ્રક અને અન્ય વાહનને પોલીસખાતામાં ન પડતી અગવડતા અંગે રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી હર્ષદભાઈ સંઘવીને રજુઆત કરી આ બાબતે યોગ્ય સૂચનાઓ આપી ટ્રાન્સપોર્ટ વ્યવસાયિકોને નડતી તકલીફોમાં રાહત મળે તેવું કરવા અનુરોધ કરાયો છે.
કોઈ ગાડીને શહેરી વિસ્તારમાં નાનો મોટો અકસ્માત થાય છે ત્યારે તેનો ગુનો ટ્રાફિક પોલીસ દ્વારા સંભાળવામાં આવે છે. જે તપાસ અધિકારી તેમની સગવડતા અનુસાર વાહન વ્યવહાર કરાવે છે આ વખતે ગાડીમાં રહેલો માલસામાન અને તેની બહાર લાગેલા બીજા સામાન જેવા કે સ્પેર વ્હીલ, બેટરી, ડીઝલ ટેન્ક વિગેરેની સલામતી જોખમાય છે અને તેની જવાબદારી પોલીસ અધિકારી કે તંત્ર દ્વારા લેવામાં આવતી નથી. આ વખતે ગાડી ચાલકને ત્યાં ગાડી રાખવા માટે ના નથી કહેતા પણ ગાડી ડિટેઇન ન કરવામાં આવે અને છોડવામાં આવે તો ઉપર જણાવેલા પ્રશ્નો હલ થાય.
આ ઉપરાંત ગાડીને કોર્ટ દ્વારા છોડવામાં આવે તેમાં ઘણો વિલંબ થઈ જાય અને ખર્ચ થાય છે ગાડીને ઉભા રહેવું પડે છે અને ત્યાં સુધી બધી વસ્તુઓ પણ જોખમ રહે છે. રાજ્યના હાઇવે ઉપર કોઈપણ સ્થળે ગાડી ગુમ થયાની કે તેમાં લાદેલા માલસામાન ગુમ થયાની જાણકારી મળતા જે તે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા એસોસિયેશન જાય ત્યારે સીમા હદનો પ્રશ્ન ઉપસ્થિત કરીને ફરિયાદ લેવામાં આવતી નથી આ અંગે પણ સુચારુ વ્યવસ્થા ગોઠવવા રજૂઆત કરવામાં આવી છે.
આમ પોલીસ દ્વારા કોઈપણ કેસમાં વાહનને ડિટેઈન કરવામાં આવ્યા બાદ તેમાં નુકશાની થાય છે. આથી આ અંગે તત્કાલ યોગ્ય િનર્ણય લેવા માટે અખીલ ગુજરાત ટ્રાન્સપોર્ટ એસો. દ્વારા ગૃહ રાજ્યમંત્રીને રજૂઆત કરાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.