પ્રવેશ પ્રક્રિયા:બેઝિક ગણિત પાસ વિદ્યાર્થી ધો.11 સાયન્સમાં બી ગ્રુપમાં પ્રવેશ પાત્ર

ભાવનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બોર્ડ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો
  • ધો. 11 સાયન્સના એ કે એબી ગ્રુપમાં પ્રવેશ માટે ગણિત સ્ટાન્ડર્ડની પરીક્ષા જુલાઇમાં પાસ કરવી પડશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે ધોરણ -11 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ માટેના નિયમો જાહેર કરવામાં આવ્યાં છે જે મુજબ જે વિદ્યાર્થીઓ આ વર્ષે ધો.10માં બેઝિક ગણિત સાથે પરીક્ષા પાસ કરી હોય તે ધોરણ-11 વિજ્ઞાન પ્રવાહમાં બી ગ્રુપમાં પ્રવેશ મેળવી શકશે. પરંતુ ધો.11 સાયન્સના એ કે એબી ગ્રુપમાં પ્રવેશ પાત્ર ગણવામાં આવશે નહી.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં સંયુક્ત નીયામકે વધુમાં જણાવ્યું છે કે ધો.10માં ગણિત બેઝિક પાસ કરનારા વિદ્યાર્થીઓ જો ધોરણ-11 વિજ્ઞાન પ્રવાહમાં એ અથવા એબી ગ્રુપ રાખવા ઇચ્છતા હોય તો પ્રવેશ માટે હવે આગામી જુલાઇ માસમાં બોર્ડ દ્વારા લેવાનારી પૂરક પરીક્ષા દરમિયાન ધો.10માં ગણિત સ્ટાન્ડર્ડની પરીક્ષા પાસ કરીને ધો.11 વિજ્ઞાન પ્રવાહમાં એ. અથવા એબી ગ્રુપમાં પ્રવેશ માટે લાયક ગણાશે. આ સૂચનાઓ પાલન કરવન તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને જણાવાયું છે.

ધો.11 વિજ્ઞાન પ્રવાહની જે તે જિલ્લાની તમામ શાળઓને પણ આ માહિતી પહોંચતી કરવા પણ સૂચના આપવામાં આવી છે. ધો.10ની પરીક્ષામાં સ્ટાન્ડર્ડ ગણિત ન રાખ્યુ હોય અને હવે ધો.11 સાયન્સમાં એ ગ્રુપ રાખવુ હોય તો આવા વિદ્યાર્થીઓને આ એક તક અપાઈ છે.

અન્ય સમાચારો પણ છે...