તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:મંગળવારથી વિદ્યાર્થીઓ વગર પૂર્ણ સમયથી શરૂ થશે પ્રાથમિક શાળાઓ

ભાવનગર20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શિક્ષકોને રોટેશન પદ્ધતિને બદલે પૂર્ણ દિવસની 100% હાજરી જરૂરી

હવે જ્યારે ગુજરાત રાજ્યમાં કોરોના ના કેસ નું પ્રમાણ ઘટતું જાય છે અને આ મહામારીની સ્થિતિ કાબુમાં આવતી જાય છે ત્યારે સંજોગોને ધ્યાનમાં લઈને પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા તમામ શિક્ષકો માટે રોટેશન પદ્ધતિ પર ફરજ પર ઉપસ્થિત રહેવા માટેની અગાઉ આપવામાં આવેલી સૂચનાઓ રદ કરીને તેના સ્થાને તા. 9 ફેબ્રુઆરીથી રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓનો સમય સવારનાને બદલે પૂર્ણ સમયનો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકો અને મુખ્ય શિક્ષકોની હાજરી 100% રાખવાની રહેશે એમ પ્રાથમિક શિક્ષણ નિયામકે જણાવ્યું છે.

પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં વધુમાં જણાવાયું છે કે શિક્ષકો તથા મુખ્ય શિક્ષકોએ શાળામાં હાજર રહીને સ્કૂલ એક્રેડિટેશન, શેરી શિક્ષણનું મૂલ્યાંકન, એકમ કસોટીની ચકાસણી કરીને તેની ડેટા એન્ટ્રી જેવી શિક્ષણ લક્ષી કામગીરી કરવાની રહેશે. હાલના સંજોગોમાં પ્રાથમિક શાળાઓમાં હજી વિદ્યાર્થીઓને કોઈ પણ સંજોગોમાં શાળામાં બોલાવવાના નથી તે બાબતનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

આગામી નવમી ફેબ્રુઆરીથી રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની રોટેશનને બદલે પૂર્ણ દિવસની 100 ટકા હાજરી હોવી જરૂરી ગણાશે. અત્રે ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી માસથી ધોરણ 10 12 અને પહેલી ફેબ્રુઆરીથી ધોરણ નવ વાગ્યાના વર્ગો માં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થઈ ગયું છે જોકે હજી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ અને કોઈપણ સંજોગોમાં શાળાએ બોલાવવાની ના પાડવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો