વાહન ચાલકોને ભારે મુશ્કેલી:ઇલેકટ્રિક વાહનો તો વધવા લાગ્યા પરંતુ ચાર્જીંગ સ્ટેશનોની હજુ ખામી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વાહન માલીકોએ મજબૂરીમાં ઘરના કનેકશનથી ચાર્જીંગ કરવું પડે છે
  • હાઇ-વે પર બિલકુલ સવલત નથી : ચાર્જીંગ ખૂટે તો ચાલકો નોંધારા

પેટ્રોલ-ડીઝલનો વિકલ્પ અને પર્યાવરણને અનુકુળ ઇલેકટ્રિક વાહનોને સરકાર દ્વારા આપવામાં આવી રહેલા પ્રોત્સાહનોને કારણે મોટી સંખ્યામાં વાહનો વેચાવા તો લાગ્યા છે. પરંતુ ઇલેકટ્રિક વાહનો માટેના ચાર્જીંગ સ્ટેશનો સ્થાપિત કરવામાં આવતી સુસ્તતાને કારણે આવા વાહન ચાલકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

ઇલેકટ્રિક વાહનોની સંખ્યા ભાવનગર શહેરમાં નોંધપાત્ર ગતિએ વધી રહી છે. રાજ્ય સરકાર દ્વારા ઇલેકટ્રિક વાહનો માટે આપવામાં આવી રહેલી સબસીડીને કારણે આવા વાહનોના વેચાણ પણ દિવસે-દિવસે વધી રહ્યા છે. જે જડપે ઇ.વી. વેચાઇ રહ્યા છે, અને વપરાશકારો વધી રહ્યા છે, તેને લક્ષમાં રાખી અને રાજ્ય સરકાર દ્વારા ખૂબ જડપથી આવા પ્રકારના વાહનોના ચાર્જીંગની વ્યવસ્થાનું નેટવર્ક વ્યાપક બનાવવું પડી શકે છે.

ઇલેકટ્રિક વાહનોના વધી રહેલા વ્યાપ અંગે ભાવનગર પ્રાદેશીક વાહન વ્યવહાર અધિકારી ડી.એચ.યાદવના જજ્ઞાવ્યા પ્રમાણે, શહેરી વિસ્તારોમાં ઇલેકટ્રિક વાહનોની સંખ્યા જડપથી વધી રહી છે. આવા પ્રકારના વાહનો ચાલકો માટે સરળ છે, ઉપરાંત ટુ-વ્હિલરમાં ગતિ નિયંત્રિત વાળા ઇ.વી. વિદ્યાર્થીઓને આપવા માટે પણ વાલીઓ ચિંતામુક્ત રહે છે. વળી ઇ.વી. પર્યાવરણ માટે એકદમ અનૂકુળ હોય છે.

ભાવનગરમાં વિદ્યાર્થી વર્ગ અને સીનિયર સિટિઝનોમાં ઇલેકટ્રિક વાહનો ખૂબ જડપથી સ્વીકાર્ય બની રહ્યા છે. વળી, રાજ્ય સરકાર દ્વારા આવા પ્રકારના ટુ-વ્હિલર ખરીદવામાં સબસીડી પણ આપવામાં આવી રહી છે, બીજી તરફ પેટ્રોલ-ડીઝલના ભાવ કાબૂ બહાર જઇ રહ્યા છે, તેથી વાહન ચાલકોની પસંદગી ઇલેકટ્રિક વાહનો તરફ ઢળી રહી છે.

ચાર્જીંગ સ્ટેશનો માટે શું થઇ શકે ?
ભાવનગર શહેરમાં પસંદગીના પેટ્રોલ પંપ ઉપરાંત, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, એરપોર્ટ, મલ્ટિ લેવલ પાર્કિંગ, મહાનગરપાલિકા, પીજીવીસીએલની કચેરીઓ, શહેરના એન્ટ્રી પોઇન્ટ પર ચાર્જીંગ માટેની વ્યવસ્થાઓ કરાવવામાં આવે તો ઇલેકટ્રિક વાહન ચાલકોને સરળતા થઇ શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...