આદેશ:ભાવનગરથી ધોળા વચ્ચે ઈલેક્ટ્રિક લાઈનનું કામ હાથ ધરવામાં આવશે

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બોટાદ અમદાવાદ ગેજ કન્વર્ઝન માર્ચ સુધીમાં પૂર્ણ થશે
  • સરકારના આદેશ બાદ ટ્રેનો ચલાવવાની તૈયારી

ભાવનગરથી ધોળા વચ્ચે રેલવેની ઇલેક્ટ્રિક લાઇનની કામગીરી નું પ્લાનિંગ રેલવે બોર્ડમાં છે. અને એક વખત ઇલેક્ટ્રિફિકેશન ની કામગીરી થઈ જાય તો ભાવનગરથી લાંબા અંતરની ટ્રેનોના અનેક કનેક્શનો મળી શકે તેમ છે. ભાવનગર રેલવે ડિવિઝનનાં મહાપ્રબંધક પ્રતિક ગૌસ્વામીએ એક વેબિનારને સંબોધતા જણાવ્યું હતું કે, ધોળા-સુરેન્દ્રનગર વચ્ચે ઇલેક્ટ્રિફિકેશન ની કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે અને 10મી જૂનના રોજ સુરેન્દ્રનગર ધોળા વચ્ચે પ્રથમ ડબલ ડેકર ઇલેક્ટ્રિક ટ્રેન ચલાવવામાં આવી હતી. બોટાદ અમદાવાદ વચ્ચેના કિલોમીટર બ્રોડગેજ કન્વર્ઝનનું કામ ફક્ત વીસ કિલોમીટર હવે બાકી રહ્યું છે, આ ગેજ કન્વર્ઝનની કામગીરી કોરો નાના કપરા કાળને કારણે થોડી પ્રભાવિત બની છે.

પરંતુ આગામી માર્ચ મહિના સુધીમાં આ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. ડીઆરએમ ગોસ્વામીએ ઉમેર્યું હતું કે બ્લોક ડોમના તબક્કા દરમિયાન અને બાદમાં ભાવનગર રેલવે ડિવિઝનના ભાવનગર ટર્મિનસ ધોળા જૂનાગઢ અને પોરબંદર ખાતેથી 31 શ્રમિક સ્પેશિયલ ટ્રેનો ઉપાડવામાં આવી હતી જેમાં 43602 પ્રવાસી શ્રમિકોને તેઓના સ્વગૃહે પહોંચાડવામાં આવ્યા હતા. ભાવનગરથી ધોળા વચ્ચે 49 કિલોમીટરની ઇલેક્ટ્રિફિકેશન ની કામગીરી બાકી છે તે આગામી સમયમાં કરવામાં આવશે તેમ ગોસ્વામીએ જણાવ્યું હતું. ભાવનગર ડિવિઝનના ડીસીએમ વી કે ટેલરના જણાવ્યા પ્રમાણે ભાવનગર સહિત 13 માલ ગોડાઉનને અત્યાધુનિક સુવિધા સંપન્ન બનાવવા માટેના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. નવી આવકની શક્યતાઓ ચકાસવા ડિવિઝન સ્તરે બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટની સ્થાપના પણ કરવામાં આવેલી છે.

અન્ય સમાચારો પણ છે...