સફાઇનો કોન્ટ્રાક્ટ:ચૂંટણી દેખાઈ, સ્ટેન્ડીંગમાં 15.20 કરોડના રોડના કામો, આવશ્યકતા મુજબ નહીં ભલામણોથી બનશે રોડ

ભાવનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કમિટીમાં કુલ 41 પૈકી 27 કામો તો રોડના, નવા વિસ્તારમાં રસ્તાના કામોનો સફાઇનો કોન્ટ્રાક્ટ

ભાવનગર કોર્પોરેશનના શાસકોને વિધાનસભાની ચૂંટણી દેખાય હોય તેમ છેલ્લી બે સ્ટેન્ડીંગ કમિટી થી કરોડો રૂપિયાના વિકાસ કાર્યોને લીલી ઝંડી આપી રહ્યા છે. આગામી 10મી મેના રોજ મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં પણ રૂ.15.20 કરોડના વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવશે. પરંતુ તે તમામ વિકાસકાર્યો માત્ર રોડના છે.

આગામી 10મી મેના રોજ મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ 41 કાર્યોની ચર્ચા-વિચારણા કરી નિર્ણય કરવામાં આવશે. પરંતુ તે પૈકી 27 કાર્યો રોડના કામના છે. શહેરના જુદા-જુદા વોર્ડમાં આરસીસી, પેવર અને પેવિંગ બ્લોકના રૂ.15.20 કરોડના કામોને બહાલી આપવામાં આવશે.

તદુપરાંત 51 લાખથી કોર્પોરેશન બિલ્ડિંગના જર્જરિત ભાગોનો રીનોવેશન શરૂ કરી તેમાં સુધારો વધારો કરતા હવે એક કરોડ કરતાં વધુ ખર્ચ પહોંચતા તેને પણ મંજૂરી આપવામાં આવશે. તેમજ જુદા જુદા 26 કામોના ટેન્ડરની પરામર્શ થઈ જતાં તેની પ્રક્રિયા કરવાની મંજુરી અપાયેલી તેને બહાલી આપવામાં આવશે. તદુપરાંત નવા ભળેલા ગામોની રસ્તાની સફાઈ માટે ખાનગીકરણ કરવાના ખર્ચની મંજૂરી આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...