આરોગ્ય:સરકારી હોસ્પિટલોમાં વૃદ્ધોને અલાયદી સુવિધાઓ મળશે

ભાવનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • OPD, કેસબારી, ફિઝિયોથેરાપી સેંટર, લેબોરેટરી, દવા બારી વિગેરે સ્થળે અલગ વ્યવસ્થા હશે
  • સરકારી હોસ્પિટલોમાં અલગ વોર્ડ પણ નિયત કરાશે

રાજયના વયોવૃદ્ધ-સિનિયર સિટિઝન નાગરિકોને આરોગ્યલક્ષી સુવિધાઓ સત્વરે મળી રહે એ માટે રાજ્યની તમામ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો, જિલ્લા હોસ્પિટલો તેમજ આરોગ્ય કેંદ્રો ખાતે વયોવૃધ્ધો-સિનિયર સિટિઝન એટલે કે 60 વર્ષથી ઉપરની વય વ્યક્તિઓ માટે આરોગ્યલક્ષી સેવાઓ માટે અલાયદી સુવિધાઓ પુરી પાડવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.

રાજ્યની તમામ જિલ્લાઓની સરકારી હોસ્પિટલો, મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો, પેટા જિલ્લા હોસ્પિટલો, સામુહિક આરોગ્ય કેંદ્રો તથા કોર્પોરેશન હસ્તકનાં અર્બન હેલ્થ સેંટરો તેમજ હોસ્પિટલો ખાતે વયોવૃદ્ધ વ્યક્તિઓ માટે જે સુવિધાઓ પુરી પાડવામાં આવનાર છે જેમાં તમામ સરકારી હોસ્પિટલો તથા આરોગ્ય કેંદ્રો પર ઓ.પી.ડી., કેસબારી, ફિઝિયોથેરાપી સેંટર, લેબોરેટરી, દવા બારી વિગેરે સ્થળ પર વયોવૃદ્ધ વ્યક્તિઓને મુશ્કેલી ન થાય તે માટે અલગ લાઇનની વ્યવસ્થા કરાશે જેમાં તેઓને વયોવૃદ્ધને પ્રાધાન્ય પણ અપાશે તથા શક્ય હોય તેવી જગ્યાએ અલાયદી ઓપીડીની વ્યવસ્થા ઉભી કરાશે.

આ ઉપરાંત મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ,મ્યુ. કોર્પો. હોસ્પિટલ, જિલ્લા હોસ્પિટલ, પેટા જિલ્લા હોસ્પિટલ તથા સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે વયોવૃદ્ધ વ્યક્તિઓ માટે અલગ વોર્ડ પણ નિયત કરાશે. જો તેમ શક્ય ન બને તો દરેક વોર્ડમાં ઓછામાં ઓછા બે બેડ આરક્ષિત રાખવામાં આવશે.આ તમામ સેવાઓ અંગેનાં સાઇનેજ બોર્ડ પણ લગાડવામાં આવશે.

સરકાર દ્વારા ભાવનગર સહિત રાજ્યભરના વયોવૃદ્ધ નાગરિકોને આરોગ્યલક્ષી સુવિધાઓ સત્વરે અને આરામદાયી રીતે મળી રહે તે હેતુથી આ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે જેમાં સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રમાં ઓપીડી, કેસબારી, ફિઝિયોથેરાપી સેંટર, લેબોરેટરી, દવા બારી વિગેરે સ્થળે અલગ વ્યવસ્થા હશે સાથે લાઈનમાં પણ વૃદ્ધોને મુશ્કેલી ન પડે તે માટે અલગ વ્યવસ્થા કરાશે.

વૃદ્ધો માટે હેલ્પલાઇન-14567 કાર્યરત
જો કોઇ નિરાધાર વયોવૃદ્ધ જણાય તો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા ચલાવવામાં આવતી 24×7 એલ્ડર હેલ્પલાઇન-14567નો સંપર્ક કરી જરૂરી સહાય પણ કરાશે. આ હેલ્પલાઈન દ્વારા વૃદ્ધોને લગતા પ્રશ્નો જેવા કે સાર-સંભાળ કાળજી, સલામતી, આરોગ્યની સેવાઓ, પરામર્શ, બચાવ અને પુન: સ્થાપનની કામગીરી પણ કરવામાં આવે છે. જેને ધ્યાને લઇ આવી કોઈ જરૂરીયાત ઉભી થાય તો તેમાં સહાય કરી સેવાઓ પુરી પડાશે.

અન્ય સમાચારો પણ છે...