તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:માદક પદાર્થોની હેરાફેરી-વેચાણમાં સંડોવાયેલ વૃદ્ધને વડોદરા મધ્યસ્થ જેલમાં મોકલી અપાયો

ભાવનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જામીન મુક્ત થયાં બાદ ફરી નાર્કોટિક્સ દ્રવ્યોના વેચાણમાં જ રચ્યોપચ્યો રહેતા પોલીસે ખાસ પગલાં લીધાં

ભાવનગર શહેર માં માદક પદાર્થો ની હેરાફેરી-વેચાણ માં વારંવાર પોલીસ ચોપડે ચિતરાઈ ચૂકેલ વૃદ્ધ વિરુદ્ધ એસ ઓ જી પોલીસની ટીમે ખાસ પગલાં લઈ વડોદરા મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો હતો.

ભાવનગર જિલ્લામાં નાર્કોટીકસના બે ગુન્હાઓમાં પકડાયેલ અને તે બંને ગુન્હાઓમાં જામીન મુકત થયેલ આરોપી યાસીન અબ્દુલરહેમાન પઠાણ ઉ.વ.61 રહેવાસી બોરડીગેટ, ત્રુમુખી હનુમાન મંદિર પાસે ભાવનગરવાળા સામે PIT NDPS એકટ હેઠળ દરખાસ્ત તૈયાર કરી સી.આઇ.ડી. ક્રાઇમ ગાંધીનગરને મોકલી આપેલ હતી અને સી.આઇ.ડી. ક્રાઇમ ગાંધીનગર દ્રારા PIT NDPS એકટ આરોપીને અટકાયતમાં લેવા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યો હતો.

શહેરના બોરડીગેટ વિસ્તારમાં રહેતો યાસીન અબ્દુલરહેમાન પઠાણ છેલ્લા ઘણા સમયથી અફીણ ગાંજો જેવાં કેફી પદાર્થોનું વેચાણ હેરાફેરી કરી યુવાધનને બરબાદ કરવા સાથે રાષ્ટ્ર ને નુકસાન કરી રહ્યો હોય અને આવા કેસ સંદર્ભે વારંવાર હવાલાતની હવા ખાવા છતાં સુધર્યા ન હોય આથી ભાવનગર સ્પેશ્યિલ ઓપરેશન ગૃપ પોલીસની ટીમે વિશેષ કાગળો-ખાસ કાનૂની ભલામણો તૈયાર કરાવી વૃદ્ધ યાસીનને વડોદરા મધ્યસ્થ જેલમાં મોકલી અપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...