તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્પોર્ટસ:એક મેચમાં 50 છગ્ગા, 764 રન એઝાઝ કોઠારીયાની ત્રેવડી સદી

ભાવનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ની તાજાવાલા ટ્રોફી વન-ડે ટુર્ના.માં
  • ભાવનગરના પાર્થના 128 રન : મેચમાં 14 દડા ખોવાયા

કોઇ ક્રિકેટ મેચમાં એક જ દિવસમાં 764 રન નોંધાય તે માની ન શકાય તેવી બાબત છે, પરંતુ તે બન્યુ છે ભાવનગરમાં. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા રમાડવામાં આવી રહેલી આંતર જિલ્લા તાજાવાલા ટ્રોફી વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાવનગર ડિસ્ટ્રીક્ટ (સિટી)ની ટીમનો વિજય થયો છે. એઝાઝ કોઠારીયાએ 149 દડાનો સામનો કરી 22 ચોક્કા અને 27 છગ્ગાની મદદથી અણનમ 313 રન ફટકાર્યા હતા. એક જ મેચમાં 50 છગ્ગા અને 60 ચોગ્ગાનો વરસાદ થયો હતો, અને બંને ટીમોએ 100 ઓવર્સમાં 764 રન નોંધાવ્યા હતા. મેચ દરમિયાન 14 દડા ખોવાઇ ગયા હતા.

અત્રેના સર ભાવસિંહજી ક્રિકેટ કલબના મેદાન ખાતે ભાવનગર સિટી ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા નિર્ધારીત 50 ઓવર્સમાં 6 વિકેટે 580 રનનો પહાડ જેવો જુમલો ખડકી દીધો હતો. એક્રિસિલ લિમિટેડના ખેલાડીઓ પાર્થ ચૌહાણે 52 દડામાં 5 ચોક્કા અને 14 છગ્ગાની સહાયતાથી 128, એઝાઝ કોઠારીયાની ત્રેવડી સદી અને જય ગોહિલના 62 દડામાં 10 ચોક્કા અને 2 છગ્ગાની મદદથી 62 રન મુખ્ય હતા. ચિરાગ જાનીએ 1 છગ્ગો ફટકાર્યો હતો. ઉમંગ સાકરીયાઅે 3 વિકેટો ખેડવી હતી.

ભાવનગર રૂરલની ટીમ નિર્ધારીત 50 ઓવર્સમાં 8 વિકેટે 184 રન બનાવી શકી હતી. આમ ભાવનગર સિટી ટીમનો 396 રને વિજય થયો હતો. ભાવનગર રૂરલ વતી હર્ષિત ભટ્ટે 6 છગ્ગાની મદદથી 88 રન ફટકાર્યા હતા. ભાવનગર સિટી ટીમ વતી સત્યજીતસિંહ ગોહિલ અને પૃથ્વી ચૌહાણે 3-3 વિકેટો ખેડવી હતી.

અન્ય સમાચારો પણ છે...