ધાર્મિક:શત્રુંજય પર્વત પર બિરાજમાન મૂર્તિઓના અઢાર અભિષેકનું જળ રામ મંદિર મોકલાયું

ભાવનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શહેરના દાદા સાહેબ જૈન દેરાસર ખાતેથી માટી પણ મોકલાઇ
  • શાસ્ત્રોક્તવિધીથી કુંભની કરાઈ અર્પણવિધિ

અયોધ્યા ખાતે નિર્માણાધીન ભગવાન રામલલ્લાના ભવ્ય મંદિરના બાંધકામમાં સમગ્ર દેશના પવિત્ર સ્થાનો તથા પવિત્ર નદી અને સરોવરના જળ અને માટી એકત્ર કરીને અયોધ્યા ખાતે મોકલાઇ રહી છે ત્યારે તેના ભાગરૂપે ભાવનગરના દાદા સાહેબ જૈન દેરાસરમાંથી માટી તેમજ પાલિતાણા શત્રુંજય પર્વત પર દેરાસરમાં બિરાજમાન મૂર્તિઓ પર કરવામાં આવેલ અઢાર અભિષેકનું જળ ભાવનગર જૈન સંઘ, દાદા સાહેબ જૈન સોસાયટી તથા પ્રાર્થના જૈન યુવક મંડળના મનીષભાઈ કનાડીયા, સંજયભાઈ શાહ તથા દીપકભાઈ શાહ અને જૈન શ્રેષ્ઠીઓની હાજરીમાં આરએસએસના વિભાગીય પ્રચારક કેતનભાઈ સોજીત્રા તથા વિભાગ સહ કાર્યવાહક  મહેશભાઈ વ્યાસને જળ અને માટી સાથે પવિત્ર કુંભ અર્પણ કરવામાં આવ્યો હતો.

આ અવસરે સંજયભાઈ શાહે જણાવ્યું હતું કે આપણો હિંદુ સનાતન ધર્મ છે.જુદા જુદા સંપ્રદાય મુજબ જૈન પણ તેનો એક ભાગ સંપ્રદાય છે. ભગવાન રામનું મંદિર ગુજરાતી દેશનું મંગલ થાય તેવી શુભકામના પણ વ્યક્ત કરવામાં આવી હતી આ અવસરે વિહિપના કિરીટભાઈ મિસ્ત્રી અને બજરંગ દળના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...