તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સજા:ચકચારી કાળિયાબીડના યુવાનની હત્યામાં સંડોવાયેલા આઠ આરોપીઓને આજીવન કેદની સખ્ત સજા ફટકારાઇ

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ડિસ્ટ્રીક્ટ જજ વચ્છાણીએ સરકારી વકીલ વિપુલ દેવમુરારીની દલીલો ગ્રાહ્ય રાખી

બે વર્ષ પૂર્વે ભાવનગર શહેરનાં કાળિયાબીડ ભગવતી સર્કલ બજરંગદાસ બાપાની મઢુલી પાસે આવેલ શિવ પાન પાર્લર પાસે જુના ઝઘડાની દાઝ રાખી એક શખ્સનું આઠ જેટલા શખ્સોએ એક સંપ કરી જીવલેણ હથિયારો વડે હુમલો કરી એક યુવાનનું મોત નિપજાવ્યું હતું. જ્યારે અન્ય એકને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

કલમ 302 હેઠળ આજીવન કેદની સજા અને રોકડા રૂપિયા દસ હજારનો દંડ ફટકાર્યો

આ અંગેનો કેસ આજરોજ ભાવનગરના પ્રિન્સીપલ એન્ડ ડિસ્ટ્રીક્ટ જજ આર.ટી. વચ્છાણીની અદાલતમાં ચાલી જતા અદાલતે જિલ્લા સરકારી વકીલ વિપુલ દેવમુરારીની અસરકારક દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ વગેરે ધ્યાને લઇ આઠેય આરોપીઓને ઇ.પી.કો. કલમ 302 હેઠળ આજીવન કેદની સજા અને રોકડા રૂપિયા દસ હજારનો દંડ ફટકાર્યો હતો.

નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ભગીરથ હડીયલે આરોપીઓ સામે ફરિયાદ કરી હતી

આઠ આરોપીઓએ તલવાર, છરીઓ, લોખંડના પાઇપ, બેઝ બોલના ધોકા, હોકી, લાકડીઓ જેવા જીવલેણ તિક્ષ્ણ હથિયારો ધારણ કરી કાળિયાબીડ, ભગવતીસર્કલ બજરંગદાસ બાપાની મઢુલી પાસે આવેલ શિવ પાન પાર્લર પાસે સુજાનસિંહ પરમાર તથા ફરિયાદ ભગીરથ હડીયલ બેઠા હતા ત્યાં તમામ આરોપીઓએ આવીને બંન્ને ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલ સુજાનસિંહ પરમારનું મોત નિપજ્યું હતું. જ્યારે ફરિયાદીને પણ ઇજાઓ પહોંચી હતી. આ કામમાં ઉક્ત તમામ આરોપીઓએ મરણ જનાર તથા ફરિયાદી ઉપર હુમલો કરવા ઉશ્કેરણી કરી ગુનો કરવામાં એકબીજાએ મદદગારી કરી હતી. આ બનાવની જે તે સમયે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ભગીરથ હડીયલે ઉક્ત તમામ આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ઇ.પી.કો. કલમ 302, 307, 147, 148, 149, 120(બી), 201,34, જી.પી.એક્ટ 135 મુજબનો ગુનો નોંધ્યો હતો.

આજીવન કેદની સજા અને રોકડા રૂપિયા 10,000નો દંડ ફટકાર્યો

આ અંગેનો કેસ આજરોજ ભાવનગરના પ્રિન્સીપલ એન્ડ ડિસ્ટ્રીક્ટ જજ આર.ટી. વચ્છાણીની અદાલતમાં ચાલી જતા અદાલતે જિલ્લા સરકારી વકીલ વિપુલ દેવમુરારીની અસરકારક દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ વગેરે ધ્યાને લઇ આ કામના આરોપીઓ જયદિપસિંહ જાડેજા, જયદિપસિંહ ઉર્ફે જે.ડી. સરવૈયા, કોનાર્ક સોલંકી, હરવિજયસિંહ ચુડાસમા, હર્ષભાઇ ડોડીયા, મોહિતભાઇ મકવાણા, ઇન્દ્રજીતસિંહ ગોહિલ, જયદિપસિંહ ઉર્ફે ચિનો જોરસંગ પરમાર સહિતના આઠેય આરોપીઓને ઇ.પી.કો. કલમ 302 હેઠળ આજીવન કેદની સજા અને રોકડા રૂપિયા 10,000નો દંડ ફટકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો