ઈદ-ઉલ-ફિત્ર:ભાવનગર શહેર અને જિલ્લામાં બે વર્ષ બાદ ઉમંગભેર ઇદની ઉજવણી કરાઇ

ભાવનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા જેલમાં ત્રણ કેદીઓ રમજાન ઈદની ઉજવણી કરી

ઈદ-ઉલ-ફિત્ર(રમઝાન ઈદ)ની આજે ભાવનગર શહેર અને જિલ્લામાં બે વર્ષ બાદ ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં આવેલ મસ્જિદમાં ઈદની ખાસ નમાઝ અદા કરવામાં આવી હતી.

છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને કારણે તમામ ઉત્સવો બંધ હતા અને હવે કોરોના હળવો પડતા સરકાર દ્વારા ઉજવણી કરવાની છૂટ આપી છે. ત્યારે આજરોજ ઈદ-ઉલ-ફિત્રના પાવન અવસરે મુસ્લિમ સમાજ દ્વારા શહેરના નાવપરા ખાતે આવેલ મસ્જિદ ખાતે બહોળી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એકઠા થઈ ઈદની ખાસ નમાઝ અદા કરી હતી.

નમાઝ પૂર્ણ કરી અલ્લાહની ઈબાદત સાથે એકબીજાને ઇદની મુબારકી પાઠવીને ઉજવણી કરી હતી. આ પ્રસંગે શહેરની વિવિધ મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરોએ ઈદની ખાસ નમાઝ અદા કરી હતી નમાઝ બાદ એકબીજાને મુબારકબાદી પાઠવી હતી. ભાવનગર જિલ્લા જેલમાં ત્રણ કેદીઓ રમજાન ઈદની ઉજવણી કરી હતી.

ભાવનગર શહેરના અલકા ટોકીઝ રોડ, વડવા નેરા, સાંઢીયાવાડ, શિશુવિહાર, નવાપરા તથા કુંભારવાડા સહિતના વિસ્તારોમાં રોશનીથી શણગારવામાં આવ્યા હતા. ઇદના પર્વ પર મુસ્લિમ બિરાદરો દ્વારા મિષ્ઠાન અને ખીર ખુરમાથી ખવડાવી એકબીજાને મુબારક પાઠવ્યા હતા. આજના સોશિયલ મીડિયાના યુગમાં મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ઈદ મુબારક વાદી પાઠવવી હતી.

અન્ય સમાચારો પણ છે...