શેરીમાં રહેતા કાળજી અને રક્ષણની જરૂરિયાત ધરાવતા બાળકોને સિક્ષણ, આરોગ્ય અને પ્રવર્તમાન જીવન નિર્વાહમાં જોડવાનો એક પ્રયાસના ભાગરૂપે જિલ્લા કલેક્ટર ડી. કે. પારેખ, સમાજ સુરક્ષા અને બાલ સુરક્ષા એકમના સયુક્ત ઉપક્રમે આધાર કાર્ડ, આરોગ્ય તપાસ, અને આઈ. સી. ડી. એસ. અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તકે જિલ્લા કલેક્ટર ડી. કે. પારેખે જણાવ્યું હતું કે, વંચિત અને જરૂરિયાતમંદ પરિવારોની સાથે સાથે શેરીઓમાં રહેતા બાળકો કે તેમના પરિવારો પણ સરકારની યોજનાઓનો લાભ મેળવી સામાન્ય પ્રવાહમાં આવી શકે તે માટે એક ઉમદા અભિગમ પણ સરકાર દ્વારા કેળવવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનર એન.વી. ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, બાળકો અને તેમના પરિવારોને સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓનો લાભ મળે તેવો હેતુ છે. ઉપરાંત આ બાળકોમાંથી જેમણે શાળા પ્રવેશ કર્યો નથી અથવા શાળાએ જવાનું છોડી દીધુ હોય તેવા બાળકોને શાળામાં પ્રવેશ અપાવવા પણ તેમણે જણાવ્યું હતું. નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ
રાઇટ્સ દ્વારા તૈયાર કરેલ બાળ સ્વરાજ પોર્ટલમાં CISS ( Child In Street Situation- શેરીમાં રહેતા બાળકો) નોંધણી કરવામાં આવી હતી. બાળ સ્વરાજ પોર્ટલ પર નવેમ્બર-2021માં કુલ 100 બાળકોની સર્વે કરવામાં આવ્યો હતો અને તેમનું વેરિફિકેશન કરીને 87 બાળકોને રૂ. 2000 સહાય ચૂકવાઇ હતી. આ કાર્યક્રમમાં 25 નવા આધારકાર્ડ, 24 બાળકોની આંગણવાડીમાં નોંધણી, 42 બાળકોને એસ. ટી. પી. (સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ) અંતર્ગત નોંધણી કરવામાં આવી તથા કુલ 14 બાળકોને અન્નબ્રમ્હ યોજનાની કીટ તેમજ એક મહિલાને માતૃવંદનાની કીટ અર્પણ કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.