સરકાર દ્વારા દરખાસ્ત નામંજૂર:શૈક્ષણિક સંસ્થાઓનો હાઉસ ટેક્સનો દર નહીં ઘટાડતા 4 ગણો ચુકવવો પડશે

ભાવનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોર્પોરેશનની સાધારણ સભામાં જ 0.75 માંથી રૂપિયા 3 કર્યો હતો અને તેને હવે ઘટાડાની દરખાસ્ત કરી હતી

ભાવનગર શહેરની ખાનગી અને નોન ગ્રાન્ટેડ શૈક્ષણિક સંસ્થાઓનો હાઉસ ટેક્સનો દર રૂ.0.75 હતો જે આર્થિક ઉપાજન કરતી સંસ્થા માટે ખુબ જ ઓછો હોવાથી તેમાં વધારો કરી રૂ. 3 કરી દીધા હતાં પરંતુ શૈક્ષણિક સંસ્થાઓની રજૂઆતને કારણે તેમાં ફેરફાર કરી દર ઘટાડી રૂ.2 કરવા સરકારમાં દરખાસ્ત કરવામાં આવી હતી. પરંતુ સરકાર દ્વારા તે દરખાસ્ત નામંજૂર કરતા હવે ખાનગી અને ગ્રાન્ટેડ શૈક્ષણિક સંસ્થાઓનો હાઉસ ટેક્સ યથાવત રૂ.3 જ રહેશે.

ભાવનગરની આર્થિક ઉપાજન કરતી શૈક્ષણિક સંસ્થાઓનો હાઉસ ટેક્સ કોર્પોરેશન દ્વારા વધારી હવે પુનઃ ઘટાડો કરવા સરકાર સમક્ષ આશા રાખી હતી. કોર્પોરેશનની સાધારણ સભામાં જ ઠરાવ કરી ખાનગી અને ગ્રાન્ટેડ શૈક્ષણિક સંસ્થાઓનો હાઉસ ટેક્સ વધારવાનો નિર્ણય કરી વર્ષ 2020-21 માં અમલીકરણ પણ કર્યું પરંતુ શૈક્ષણિક સંસ્થાઓની રજૂઆતોને કારણે પુનઃ દરમાં ઘટાડો કરવા સાધારણ સભામાં ઠરાવ કરી સરકારમાં મોકલવો પડ્યો હતો.

પરંતુ સરકાર પણ અગાઉના નિર્ણયને જ યોગ્ય ગણ્યો હતો. અને ભાવનગર કોર્પોરેશને કરેલી દરખાસ્તને નામંજૂર કરી હતી. જેથી શૈક્ષણિક સંસ્થાઓને હવે રૂ.3 લેખે જ મિલકત વેરો ચુકવવાનો રહેશે. જેની આવતીકાલની સ્ટેન્ડીંગ કમિટીમાં પણ જાહેર કરવામાં આવશે.