રમતા-રમતા શિક્ષણ:મહુવા તાલુકાની કુંભણ કેન્દ્રવતી શાળામાં શૈક્ષણિક રમકડા દ્વારા શિક્ષણનું માર્ગદર્શન આપવામાં આવ્યું

ભાવનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈનોવેટીવ શિક્ષક દંપતીએ રમકડા નિર્માણનો હેતુ અને તેના જુદાજુદા ઉપયોગ વિશેની માહિતી આપી

ભાવનગરમાં મહુવા તાલુકાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં ઇનોવેટિવ શિક્ષક દંપતી શીતલ ભટ્ટી અને રમેશ બારડ દ્વારા 2000 જેટલા શૈક્ષણિક રમકડા બનાવવામાં આવ્યા છે. આવા રમકડાંનો ઉપયોગ જુદી જુદી બીજી શાળામાં થાય તેવા હેતુથી પીડીલાઈટ સંચાલિત ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશનમાં બાળકોને શિક્ષણ આપવાનું કામ કરતાં 22 બહેનો અને બે ભાઈઓને સાથે લઈ અશોક પટેલ એક્સપોઝર વિઝીટ માટે આવ્યા હતા.

ઈનોવેટીવ શિક્ષક દંપતીએ રમકડા નિર્માણનો હેતુ અને તેના જુદાજુદા ઉપયોગ વિશેની માહિતી આપી હતી. આ કાર્યક્રમના અનુસંધાને કુંભણ કેન્દ્રવર્તી શાળામાં કામ કરતાં ઈનોવેટીવ શિક્ષક રમેશ બારડનો પરિચય આપતા જણાવ્યું હતું કે, લોકભારતી અને આંબલા ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા સંસ્થાના વિદ્યાર્થી તરીકે સંસ્કાર વારસાની ઝાંખી કરાવી હતી. સાથે સાથે સફાઈ, વણાટકામ, ગૃહકાર્ય, શ્રમ, ખાદી, બાગાયત, ખેતી, પશુપાલન, ગૃહવિજ્ઞાન, સ્વયંપાક, ખજાનાની શોધ જેવા નમૂનારૂપ કામની મહત્તા દર્શાવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના સમય દરમિયાન વર્ક ફ્રોમ હોમના સમયમાં કુંભણ શાળાના ઈનોવેટીવ દંપતિએ 2 હજાર જેટલા શૈક્ષણિક રમકડાં બનાવી ઘરે ઘરે જઈને શિક્ષણ આપ્યું હતું. અને કોરોના પરિસ્થિતિને 'આફતને અવસર' મા બદલી હતી. તેમની આ વિશિષ્ટ સિદ્ધિ માટે મહુવા તાલુકા વહીવટી તંત્ર દ્વારા તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...