તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણનો સેવાયજ્ઞ:ગરીબ બાળકોને આનંદમય અભ્યાસની અમીરી પીરસતા શિક્ષણના સેવાભાવીઓ

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નહીં કોઈ પક્ષ, નહીં કોઈ સંસ્થા, નહીં કોઈ બેનર માત્ર શિક્ષણનો નિજાનંદ
 • કોરોનાની સાવચેતી સાથે મફતનગર સહિતના વિસ્તારમાં જઇ બાળકોનું શિક્ષણ સુધારવા પ્રયાસ

વર્ષ 2020 સ્વાસ્થ્ય, આર્થિક, ધંધાકીય રીતે તો મુશ્કેલ ભર્યુ રહ્યું જ પરંતુ શૈક્ષણિક રીતે પણ કપરો સમય રહ્યો હતો. કોરોનાને કારણે શાળાઓ તો ના ખુલી પરંતુ બાળકોના માનસિક વિકાસ પર પણ વિપરીત અસર થઈ છે. જે મોબાઈલથી બાળકોને દૂર રાખવા મનોચિકિત્સકો મા-બાપને સલાહ આપતા હતા અને વાલીઓ પણ મોબાઈલ અને બાળક વચ્ચે દૂરી રાખતાં હતા તે જ મા-બાપને બાળકના હાથમાં મોબાઈલ થોભાવી દેવો પડ્યો. આર્થિક રીતે સદ્ધર અને સામાન્ય વર્ગના પરિવારના બાળકોને તો ઓનલાઇન શિક્ષણ અને મનોરંજન મળી રહે છે. પરંતુ જે માબાપ આવતીકાલના કોળીયાની ચિંતામાં કાળી મજૂરી કરતા હોય તે મા-બાપ પોતાના બાળકોને ઓનલાઇન શિક્ષણ કે મનોરંજન કઈ રીતે આપી શકે? સરકારી શાળાઓમાં પણ આવા બાળકોને શિક્ષણ આપવાના પૂરતા પ્રયાસ થાય છે, સાથોસાથ શિક્ષણના સેવાભાવીઓ ગરીબ બાળકોના શિક્ષણની ભૂખ મીટાવવા રહ્યા છે.

કોરોનામાં છેલ્લા ઘણા સમયથી ભય સાથે ચાર દીવાલમાં કેદ થયેલા બાળકોને માનસિક અસરમાંથી બહાર લાવવા અને શિક્ષણ પ્રત્યેનો રસ કાટ ના ખાઈ જાય તેવા સારા હેતુ સાથે શિક્ષણના સેવાભાવીઓ ગરીબ બાળકોને શિક્ષણના આનંદની અમીરી પીરસી રહ્યા છે. ઘરશાળા શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા અને વકીલાતના વ્યવસાયી હિતેશભાઈ વ્યાસે ગરીબ બાળકોને તેના ઘરની નજીક જઈ આનંદમય શિક્ષણ આપવાની કરેલી પહેલને હોમ સ્કુલ ઇંગ્લીશ મીડીયમના પ્રિન્સિપાલ નેહાબેન ભટ્ટ, શિક્ષક નેહાબેન કાનાણી, વિધ્યાર્થીની ખુશી પિયુષભાઈ ગોસ્વામી અને હિયા ગોસ્વામીએ ચેલેન્જ તરીકે ઉપાડી લઇ શહેરના મીલેટરી સોસાયટી આસપાસના મફતનગર સહિતના આર્થિક રીતે પછાત વિસ્તારના બાળકોને માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઈઝ સાથે ભણાવી રહ્યા છે. આનંદમય વાતાવરણમાં ભણાવવા સાથે ચિત્ર, રમતગમત સહિતની પ્રવૃત્તિઓ પણ કરાવે છે. નહીં કોઈ પક્ષ, નહિ કોઈ સંસ્થા, નહિ કોઈ નામ માત્ર ગરીબ બાળકોને ગમ્મત સાથે જ્ઞાન પીરસનારા આવા શિક્ષણના સેવાભાવીઓને સલામ.

ઉજવણીના ભાગરૂપે બાળકોએ ફુગ્ગા અને તોરણીયા બાંધ્યા
મિસ અમારે નાતાલની ઉજવણી કરવી છે, કરીએ..? બાળકોએ નેહામેમ પાસે પ્રસ્તાવ મૂક્યો, અને શિક્ષકની હા પડતાં જ બાળકો રાજી રાજી થઈ ગયા. અભ્યાસ કરવા બેસે તે મંદિરની દિવાલે ફુગ્ગાઓ અને તોરણીયા બાંધ્યા, સરપ્રાઈઝ નાની કેક મંગાવી, તે જોઈ શિક્ષકો પણ ગદ્ગદિત થઈ ગયા. અને તમામ બાળકો માટે કેક પ્રેસ્ટી, સમોસા, બિસ્કીટ મંગાવી બાળકોને જલસો કરાવી દીધો.

માસ્કનું પાલન ન કરતા લોકો માટે આ બાળકો દાખલારૂપ
ગરીબ બાળકોને આનંદમય અભ્યાસ આપવા સાથે વર્તમાન કોરોનાવાયરસની સ્થિતિની ગંભીરતા માટે સાવચેતીના પાઠ પણ ભણાવાય છે. સોશિયલ ડિસ્ટન્સ સાથે માસ્ક પણ બાળકો ફરજિયાત પહેરી રાખે છે. ઉચ્ચ અભ્યાસ કરેલા આર્થિક સુખી-સંપન્ન લોકો કે જેઓો માસ્ક પહેર્યા વગર બહાર ફરતા હોય છે માટે આ ગરીબ બાળકોની જાગૃતતા દાખલારૂપ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો