તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશેષ:જિલ્લામાં શિક્ષણ સજ્જતા કસોટી ફ્લોપ શો ,20% હાજરી

ભાવનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમગ્ર જિલ્લાના કુલ 7880 શિક્ષકો પૈકી 1611 શિક્ષકો હાજર, 6269 શિક્ષકો અળગા રહ્યાં

રાજ્યભરમાં આજે શિક્ષક સજ્જતા સર્વેક્ષણનું આયોજન કરાયું હતું ત્યારે ભાવનગર જિલ્લાના માત્ર 20.44 ટકા શિક્ષકોએ આ કસોટી આપી હતી જ્યારે 79.56 ટકા શિક્ષકો આ કસોટી આપવાથી દુર રહેતા ભાવનગર જિલ્લામાં આ સર્વેક્ષણ ફ્લોપ શો બની રહ્યો હતો. સમગ્ર જિલ્લામાં કુલ 100 ક્લસ્ટરના કુલ 7880 પ્રાથમિક શિક્ષકો પૈકી માત્ર 1611 શિક્ષકો આ કસોટીમાં હાજર રહ્યાં જ્યારે 6269 શિક્ષકો પરીક્ષા આપવાથી દુર રહ્યાં હતા.

ભાવનગર જિલ્લાના 10 તાલુકાના 100 ક્લસ્ટર ખાતે આ આયોજન કરાયું હતુ જેમાં મોટા ભાગના પરીક્ષા ખંડો ખાલી રહ્યાં હતા. શિક્ષકોને તાલીમની તેમજ તેની જરૂરિયાત સહિતના 80 જેટલા પ્રશ્ન પુછવામાં આવ્યાં હતા. શિક્ષકોની ઓનલાઇન હાજરી પછી શિક્ષકોની ગુણવત્તાના મૂલ્યાંકન માટે તાલીમ આપ્યા પછી શિક્ષકોની આજે સજજ્તા કસોટી લેવાની શિક્ષણ વિભાગે જાહેરાત કરતાં બે શિક્ષક સંઘ સામસામે આવી ગયા હતા જેમાં આ પરીક્ષાને રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે ટેકો આપ્યો હતો જ્યારે આરએસએસ પ્રેરિત રાષ્ટ્રીય શૈક્ષિક સંઘે બહિષ્કાર કરી પરીક્ષા ન આપવા શિક્ષકોને ફરમાન કર્યું હતુ. જેમાં જિલ્લામાં તો સંઘના એલાનને સફળતા મળી છે.

મ્યુ.કોર્પો.ના માત્ર 3 શિક્ષકોએ પરીક્ષા આપી !!
આજે શિક્ષણ સજ્જતા સર્વેક્ષણની કસોટીમાં ભાવનગર મહાનગર પાલિકા માં કુલ 679 પ્રાથમિક શિક્ષકો હતા અને તે પૈકી માત્ર 3 જ શિક્ષકોએ આ પરીક્ષા આપી અને તેની સામે 676 શિક્ષકો આ પરીક્ષાથી અળગા રહેતા શહેરમાં પણ આ પરીક્ષા ફ્લોપ શો બની રહી હતી.

પરીક્ષા લેવાનો લાખોનો ખર્ચ માથે પડ્યો
આ શિક્ષક સજ્જતા સર્વેક્ષણમાં જે પરીક્ષા લેવાની હતી તે માટે ભાવનગર જિલ્લાભરમાં પરીક્ષા અંતર્ગત કેન્દ્રોમાં સ્થળ સંચાલકો, સુપરવાઇઝરો, પટ્ટાવાળા તમામને શિક્ષકોએ પરીક્ષા ન આપી છતાં લાખો રૂપિયાનું મહેનતાણું ચૂકવાયુ અને આ ખર્ચે લગભગ માથે પડ્યો હતો.

ક્યા તાલુકામાં કેટલી હાજરી

તાલુકોરજિસ્ટ્રેશનહાજરગેરહાજર
ભાવનગર1478151463
ગારિયાધાર39474320
ઘોઘા508128380
જેસર328161167
મહુવા14952041291
પાલિતાણા852314538
સિહોર855229626
તળાજા1268353915
ઉમરાળા347124223
વલ્લભીપુર3559346
જિલ્લો788016116269
અન્ય સમાચારો પણ છે...