લોકપ્રશ્ન:શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ મંત્રી બન્યા બાદ પ્રથમ વખત ભાવનગરની મુલાકાત લઈ લોક પ્રશ્ન સાંભળ્યાં

ભાવનગરએક મહિનો પહેલા
  • ભાવનગર પશ્ચિમ વિસ્તારના લોકોના પ્રશ્નો અંગે જીતુ વાઘાણીએ ખાસ કાર્યાલય ખાતે સમય ફાળવ્યો
  • લોકોના પ્રશ્ન સાંભળીને મહત્તમ ઉકેલ આવે તેવા પ્રયાસો કર્યા

ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને હાલમાં જ નવા મંત્રીમંડળમાં શિક્ષણ મંત્રી તરીકે નિયુક્ત થયેલા જીતુ વાઘાણીએ ભાવનગરની મુલાકાત લીધી હતી. ભાવનગરમાં પોતાના કાર્યાલય ખાતે આજે રવિવારે રાજ્ય કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ લોક પ્રશ્ન સાંભળ્યા હતા.

ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણી મંત્રી બન્યા બાદ આજે રવિવારે પ્રથમ વખત તેમના કાર્યાલયએ આવ્યાં હતા. અહીં તેમને લોક પ્રશ્ન સાંભળ્યા હતા. આ ઉપરાંત તેઓ પ્રથમ વખત કાર્યાલય આવતા લોકો મોટી સંખ્યામાં શુભેચ્છા પાઠવવા પણ આવ્યાં હતા. ભાવનગર પશ્ચિમ વિસ્તારના લોકોના પ્રશ્નો અંગે જીતુ વાઘાણીએ ખાસ કાર્યાલય ખાતે સમય ફાળવ્યો હતો.

ભાવનગર પશ્ચિમ વિસ્તારના લોકોના લોક પ્રશ્નો નિયમિત રીતે સાંભળવા માટે જીતુ વાઘાણી સમય ફાળવતા હોય છે પરંતુ રાજ્યમાં શિક્ષણ મંત્રીની જવાબદારી સંભાળ્યાં બાદ હવે ભાવનગર આવવું મુશ્કેલ બન્યું છે, ત્યારે પોતાના વ્યસ્ત શિડ્યુલમાંથી સમય કાઢીને જીતુ વાઘાણી ભાવનગર ખાતે આવી પહોંચ્યાં હતા અને પશ્ચિમ વિસ્તારના લોકોની સમસ્યા અને મુશ્કેલી અંગે પ્રશ્નો સાંભળ્યા હતા.

જે અંગે જીતુ વાઘાણી દ્વારા જણાવ્યું હતું કે, મંત્રી બન્યા પછી શિક્ષણ વિભાગની મોટી જવાબદારી આવી છે. પરંતુ શિક્ષણ મંત્રી પહેલા પોતે એક ધારાસભ્ય પણ છે. પોતાના મતવિસ્તારના લોકો ધારાસભ્ય પાસે કોઈ આશા રાખીને બેઠા હોય છે ત્યારે આજે રવિવારે ભાવનગર શહેરના કાળુભા રોડ પર આવેલા કમલમ કાર્યાલય ખાતે આવી લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા અને લોકો ના પ્રશ્ન સાંભળીને મહત્તમ ઉકેલ આવે તેવા પ્રયાસો કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...