રમતગમતને પ્રોત્સાહન:શિક્ષણ વિભાગ હવે ટુર્નામેન્ટના આયોજન કરશે; મંત્રી વાઘાણી

ભાવનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમાં સ્પોર્ટ્સનો વ્યાપ વધારવા સરકાર કટિબધ્ધ
  • ભાવનગર ખાતે લોન ટેનિસ ટુર્નામેન્ટનો આરંભ થયો

ભાવનગર ખાતે છેલ્લા બે વર્ષથી શરૂ કરવામાં આવેલ લોન ટેનિસ ટુર્નામેન્ટના શુભારંભ પ્રસંગે શિક્ષણ મંત્રીએ જાહેરાત કરતાં જણાવ્યું છે કે, શિક્ષણ વિભાગ દ્વારા આગામી દિવસોમાં રમતગમતને પ્રોત્સાહન આપવા વિવિધ રમતો માટે ટુર્નામેન્ટ અને કપનું આયોજન કરવામાં આવશે.આ કપ શિક્ષણ વિભાગના પ્રોત્સાહન સાથે યુનિવર્સિટીઓ અને ખાનગી યુનિવર્સિટીઓના અભ્યાસ કરતાં હોય કે અભ્યાસ ન કરતાં હોય તેવાં વિદ્યાર્થીઓ વચ્ચે પણ રમતગમતની સ્પર્ધા થાય અને રમતગમતને પ્રોત્સાહન અને રમતવીરોને પ્રેરણા મળે તે માટે વિવિધ કપ રમાડવા માટે શિક્ષણવિભાગ આગેવાની લેશે.

ભાવનગરના આઇ.જી. અશોકકુમાર યાદવ અને કલેકટર યોગેશ નિરગુડેએ લોન ટેનિસની શરૂઆત કરીને રમત ગમતનું જે પ્રોત્સાહક વાતાવરણ બનાવ્યું છે તેને આગળ વધારવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.10 દિવસ ચાલનારી આ ટુર્નામેન્ટમાં 200 ટીમો ભાગ લેશે અને 700થી વધારે મેચો રમાશે.

અલગ અલગ 10 કેટેગરીમાં 9 વર્ષથી લઈને 72 વર્ષ સુધીની વયજુથના ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. આ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ 20મી જુને રમાશેરેન્જ આઇ.જી. અને કલેકટરની આગેવાનીમાં રમાઇ રહેલા આ કપની સફળતા જોઇને આગામી સમયમાં જિલ્લા વિકાસ અધિકારી અને નગરપાલિકા નિયામક દ્વારા પણ લોન ટેનીસ કપનું આયોજિત કરવામાં આવશે. આવી ટુર્નામેન્ટથી રમતવીરો માટે આ ક્ષેત્રે નવી કારકિર્દીની તકો ઊભી થશે.

અન્ય સમાચારો પણ છે...