શિબિર:ભાવનગરના તમામ તાલુકાના ગામોમાં શિક્ષણ શિબિર યોજાશે

ભાવનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળનાં આદેશાનુસાર ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદની સૂચના મુજબ, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, ભાવનગર દ્વારા પાન ઈન્ડિયા અવેરનેસ આઉટરીચ પ્રોગ્રામ અંતર્ગત જુદા -જુદા કાર્યક્રમ તા. 2 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી યોજવામાં આવશે. જેમાં મુખ્યત્વે શૈક્ષણિક શિબિર તા. 8 ઓક્ટોબર અને 10 ઓક્ટોબરના રોજ પ્રદર્શન તેમજ ભાવનગર જિલ્લાના તમામ તાલુકાના ગામ ખાતે શિક્ષણ શિબિરો યોજાશે.

ગાંધી જયંતિનાં અવસરે ભાવનગર ખાતેના જિલ્લા મુખ્ય મથક તથા તમામ તાલુકા મથકે પ્રભાત ફેરી, શૈક્ષણિક શિબિર અને મફત કાનૂની સહાયની પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભાવનગર ટોપ એફ.એમ. રેડિયોમાં ભાવનગરના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ અને સેશન્સ જજ આર.ટી. વચ્છાણીએ આ કાર્યક્રમ અંગે વિગતવાર માહિતી આપી હતી. કુલ 18 શૈક્ષણિક શિબિરમાં 665 લાભાર્થીઓએ લાભ મેળવ્યો હતો.

ભાવનગરમાં પૂ. બાપુને અંજલિ અર્પિત કરવા પ્રભાત ફેરી જિલ્લા ન્યાયાલયથી શરૂ થઈ ગાંધી સ્મારક સુધી યોજાઇ હતી. ભાવનગરમાં અલગ -અલગ જગ્યાએ મોબાઈલ વાહન ફેરવી લોકોમાં મફત કાનૂની સહાય અંગેની જાગૃતિ આવે માટે પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ભાવનગર જિલ્લામાં કાનુની સેવા સત્તા મંડળ દ્વારા કાયદા કાનુન ક્ષેત્રે સામાન્ય લોકોમાં જાગૃતિ કેળવાય તે માટે તા.2/10થી 14/11 સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેમાં આરંભમાં શૈક્ષણિક શિબીર અને કાનુની સહાયની પત્રિકાનું વિતરણ કરાયું હતં.

અન્ય સમાચારો પણ છે...