‘લોકમિલાપ’ના સ્થાપકની વિદાય:સંપાદક અને અનુવાદક મહેન્દ્ર મેઘાણીનું 100 વર્ષની વયે નિધન

ભાવનગર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
મહેન્દ્ર મેઘાણી અને તેમનું પુસ્તક - અરધી સદીની વાચનયાત્રા - Divya Bhaskar
મહેન્દ્ર મેઘાણી અને તેમનું પુસ્તક - અરધી સદીની વાચનયાત્રા

ગુજરાતી સાહિત્યમાં અવ્વલ દરજ્જાનું નામ ગણાતા ઝવેરચંદ મેઘાણીના સૌથી મોટા પુત્ર મહેન્દ્ર મેઘાણીએ આજે અંતિમ શ્વાસ લીધા છે. હમણાં થોડાં દિવસો પહેલાં 20મી જૂને તેમનો 100મો જન્મદિવસ હતો. મહેન્દ્ર મેઘાણીના નિધનથી સાહિત્ય જગતમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. તેમના પુત્ર દ્વારા આ મામલે સોશિયલ મીડિયામાં જાણકારી આપવામાં આવી હતી. આ સાથે જ જણાવવામાં આવ્યું હતું કે, મહેન્દ્ર મેઘાણીની સ્મશાન યાત્રા ભાવનગરમાં તેમના નિવાસસ્થાન શાંતિકુંજ એપાર્ટમેન્ટથી 4થી ઓગસ્ટ, ગુરુવારે સવારે 8 વાગે નીકળી સિંધુનગર સ્મશાને જશે.

રાષ્ટ્રીય શાયર તરીકે જાણીતા ઝવરેચંદ મેઘાણીના પુત્ર મહેન્દ્ર મેઘાણીનો જન્મ 20 જૂન, 1923ના દિવસે મુંબઈમાં થયો હતો. તેમનો પ્રાથમિક અને માધ્યમિક અભ્યાસ ભાવનગરમાંથી પૂર્ણ કર્યો હતો. તેમણે 1948માં કોલંબિયા યુનિવર્સિટીથી પત્રકારત્વનો અભ્યાસ કર્યો હતો. 1944માં તેમણે બે વર્ષ લેખક અને પત્રકાર તરીકે પિતા સાથે કામ કર્યું હતું.

ગુજરાતી વાચકો માટે 1950થી ઓગણત્રીસ વર્ષ સુધી 'મિલાપ' નામનું વાચન-સમૃદ્ધ માસિક ચલાવ્યું હતું. લોકમિલાપે 'ફિલ્મ મિલાપ' નામના ઉપક્રમ હેઠળ વર્ષો સુધી ભાવનગરના બાળકોને મોટા પડદે નજીવા દરની ટિકિટમાં સુંદર ફિલ્મો બતાવી હતી. ‘અડધી સદીની વાચનયાત્રા’ નામનાં સાહિત્ય સંકલનના પાંચ ભાગમાં મહેન્દ્ર મેઘાણીએ 21મી સદીમાં ખૂબ નામના મેળવી હતી.

આ આખીય વ્યવસ્થાને મહેન્દ્રભાઈ 'પુણ્યનો વેપાર' કહેતા હતા. 1950માં મુંબઈ પાછાં આવીને કોઈ પણ ભારતીય ભાષામાં કદાચ પહેલવહેલું કહી શકાય તેવું 'રિડર્સ ડાયજેસ્ટ' ઢબનું 'મિલાપ' શરૂ કર્યું. મહેન્દ્રભાઈ 1951માં મુંબઈથી ભાવનગર આવ્યા અને 1954માં 'લોકમિલાપ કાર્યાલય' શરૂ કર્યું હતું. તેઓએ અંગ્રેજીમાંથી અનુવાદ કરેલી સાહસકથાઓ 'કોન-ટિકિ', 'તિબેટની ભીતરમાં' અને 'ભાઈબંધ' જેવાં પુસ્તકો બહાર પાડ્યાં.

અન્ય સમાચારો પણ છે...