તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:ખાદ્યતેલમાં ભાવો આસમાને પહોંચ્યા બાદ તૂટયા , 12 દિવસમાં સીંગતેલમાં ડબે રૂા.315નો ઘટાડો

ભાવનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કપાસીયા તેલમાં રૂા.200અને પામોલીન તેલના ભાવમાં ડબે રૂા 130નો ઘટાડો નોંધાયો

પેટ્રોલ ડીઝલ, શાકભાજી સહિતની જીવન જરૂરી ચીજોના ભાવમાં અસહય વધારો થઇ રહ્યો છે. ત્યારે ખાદ્યતેલમાં ભાવ ઘટાડાના રાહતરૂપ સમાચાર મધ્યમ વર્ગને મળ્યા છે. વિદેશીમાં થતી નિકાસ અટકતા અને ઉનાળુ મગફળી પીલાણમાં આવતા શીંગતેલ તેલીયા ટીન ટેકસ વગરમાં રૂા.315નો 12 દિવસમાં ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત કપાસીયા તેલ રૂા.200અને પામોલીન તેલના ભાવમાં ડબે રૂા 130નો ઘટાડો નોંધાયો છે.તાઉ તે વાવાઝોડામાં બે થી નવ ઇચ વરસાદ ખાબકી ગયા બાદ શાકભાજીના ભાવમાં તોંતીગ ઉછાળો આવ્યો છે. જેથી મોંધવારોનો માર સહન કરી રહેલા મધ્યમ વર્ગના લોકોનુ કીચન બજેટ અસ્ત વ્યસ્ત થઇ ગયુ છે.

ત્યારે ભાવનગરની શીંગતેલ બજામાં ખાદ્યતેલના ભાવોમાં છેલ્લા 12 દિવસમાં તોતીંગ કડાકો બોલી જતા ખાનાર અને વેપારી વર્ગમાં હર્ષની લાગણી જોવા મળી છે.ભાવનગરમાં તેલના ભાવોમાં છેલ્લા 1 વર્ષની વધારો આવી રહ્યા બાદ છેલ્લા 12 દિવસમાં ખાદ્યતેલના ભાવોમાં ઘટાડો થતા હવે ફરસાણ, નમકીન અને ખાણી પીણીની ચીજોમાં ભાવ ઘટાડો જોવા મળે તો આનંદની વાત કહી શકાય બાકી તો જેમા ભાવો વધી ગયા છે. તે વસ્તુના ભાવો ઘટવામાં રાહ જોવી પડે છે.

સામાન્ય વર્ગે શીંગતેલના ભાવો વઘતા કપાસીયા તેલ વાપરવા લાગતા તેના ભાવો પણ ઉચકાતા પામોલીન તેલનો ઉપયોગ કરવા લાગ્યા છે. જે તેલનો ફરસાણમાં વધુને વધુ ઉપયોગ થાય છે. તે તેલના ભાવમાં પ્રતિ ડબે રૂા.130 ઘટતા રૂા.2180 થી ઘટીને આજે 2050 થઇ ગયા છે.ભાવનગરમાં તાઉ તે વાવાઝોડુ આવ્યા બાદ જાણે શાકભાજીઓ શાકમાર્કેટમાંથી અદ્શય થઇ ગયા છે.

બીજી બાજુ કોરોના મહામારીના કારણે લોકોના બજેટ અને ખર્ચ આસમાને પહોચ્યો છે. ત્યારે પેટની ભુખને પૂર્ણ કરવા માટે શાક,રોટલીની જરૂરીયાત છે. ત્યારે શાકમાં વપરાતા ખાદ્યતેલના ભાવો આસમાને પહોંચયા બાદ ઘટતા મધ્યમ વર્ગનુ કીચન બજેટ સચવાઇ ગયુ છે. હવે બ્રાન્ડેડ સીંગતેલ અને કપાસીયા તેલના ભાવોમાં માત્ર રૂા.100નો ગેપ રહ્યો છે. તે જોવા હવે લોકોને ખાદ્યતેલોમાં પસંદગી મળી રહેશે.

ક્યાં તેલમાં ઘટાડો
તેલના નામતા.20તા.01
તેલીયા સીંગતેલ23802066
સીંગતેલ લુઝ15501350
બ્રાન્ડેડ કપાસીયા27202520
પામોલીન તેલ21802050

​​​​​​​ ​​​​​​​

અન્ય સમાચારો પણ છે...