સુવિધા:શહેરમાં ઈકો ફ્રેન્ડલી મેટ્રો રેલવે લાઈન સ્થપાશે : DPRની તૈયારી

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નાના શહેરોમાં નાગરિક પરિવહન સુવિધાઓ વધારવાના હેતુથી
  • મધ્ય ક્રમાંકિત શહેરોના વિકાસ તરફ સરકાર નજર દોડાવી રહી છે

નાગરિક પરિવહન સવલતમાં વધારો કરવા અને સરળતા લાવવાના હેતુથી સરકાર દ્વારા મધ્ય ક્રમાંકિત શહેરોમાં મેટ્રોનીયો, મેટ્રોલાઇટ રેલવે સીસ્ટમ શરૂ કરવાની દિશામાં આગળ ધપી રહી છે અને તેના માટેના ડીટેલ્ડ પ્રોજેક્ટ રીપોર્ટ (ડીપીઆર) તૈયાર કરાવવા માટેના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે.દિવસે-દિવસે વાહનોની સંખ્યા વધવાની સાથે અનેક સમસ્યાઓ વકરી રહી છે, તે પૈકી સૌથી અગ્રતાક્રમે છે ટ્રાફિક. આ ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે શહેરોમાં નાગરિક પરિવહનની સવલતો વધારવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે.

અમદાવાદ અને સુરતમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટના કામ કોઇને કોઇ તબક્કામાં ચાલુ છે. હવે સરકાર ભાવનગર, વડોદરા, રાજકોટ અને જામનગરના નાગરિકો માટે પણ નાગરિક પરિવહન સરળતા કરવાની દિશામાં કામ આગળ ધપાવી રહી છે.ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (જીએમઆરસી) દ્વારા ઇકો ફ્રેન્ડલી અને ઓછા દરની શહેરી પરિવહન વ્યવસ્થા રજૂ કરવા જઇ રહી છે. જીએમઆરસી દ્વારા ભાવનગર સહિતના શહેરોમાં મેટ્રોનિયો અને મેટ્રોલાઇટ રેલ સીસ્ટમ માટેના ડિટેલ્ડ પ્રોજેક્ટ રીપોર્ટ તૈયાર કરાવવા માટેના ટેન્ડર બહાર પાડી દેવામાં આવ્યા છે.

મધ્ય ક્રમાંકિત શહેરોમાં નાગરિક પરિવહનની સુવિધાઓમાં વધારો કરવાની દિશામાં કેન્દ્ર સરકાર ગંભીર રીતે વિચારણા કરી રહી છે.મધ્ય ક્રમાંકિત શહેરોમાં મેટ્રોનિયો અને મેટ્રોલાઇટ લાગુ કરી શકાય તેમ છે. ગુજરાત સરકાર પણ લાંબા ગાળાના વિકાસને અગ્રતાક્રમ આપી રહી છે તેથી પરિવહન સવલતો તેના અગ્રતાક્રમ પર છે. ગુજરાત સરકારના જીએમઆરસી દ્વારા અમદાવાદ, સુરત સીવાયના શહેરોમાં પણ મેટ્રોરેલ સેવાઓ શરૂ કરવા માટે તૈયારીઓ કરી રહ્યા છે.

ડીપીઆરમાં માર્કેટ અભ્યાસ, જરૂરીયાત, સામાજીક અભ્યાસ, ભલામણો, વર્તમાન પરિવહન વ્યવસ્થાઓ, વાહનોની સંખ્યા સહિતની બાબતોનો સમાવેશ કરવામાં આવશે. પાંચ મહિનામાં ડીપીઆર તૈયાર કરીને આપવાનો છે, અને ડીપીઆર તૈયાર કરનાર એજન્સીઓના ટેન્ડર તા.29મી જૂન 2021 સુધીમાં ભરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...