ઈકો ફ્રેન્ડલી ગરબા:નવરાત્રિની ઉજવણીમાં પ્રથમ વખત ઈકો ફ્રેન્ડલી ગરબા

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવરાત્રિ પૂર્ણ થાય ત્યારે માતાજીના ગરબા મંદિરોમાં પધરાવવામાં આવે છે પરંતુ તેનું યોગ્ય રીતે વિસર્જન થતું નથી.તેથી ભાવનગર મહિલા મંડળ દ્વારા આ વખતે ઈકો ફ્રેન્ડલી ગરબા બનાવવાનો અનોખો ઉપક્રમ આદરવામાં આવ્યો છે.જે ગરબા મંદિરમાં પધરાવ્યા પછી ક્યારા અને પાણીમાં મૂકી રાખવાથી તે માટીમાં ભળી જશે. મહિલા મંડળના પ્રમુખ અને પૂર્વ મેયર રીનાબેન શાહે જણાવ્યું કે, જાગૃતિબેન મુકેશભાઈ કાટકિયાના સહયોગથી કાચી માટીના ગરબા બનાવવાનું લાઈવ નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.તા.29ને મંગળવારે સાંજે 4 થી 6 દરમિયાન ભાવનગર મહિલા મંડળ, ચિત્રંજન ચોક, વિધાનગર ખાતે કાર્યક્રમ યોજાશે. કલાઇમેટ ચેન્જ અને ઘન કચરાના નિકાલ માટે સમગ્ર વિશ્વમાં વિકટ પ્રશ્ન છે,તે પરિસ્થિતિમાં ઈકો ફ્રેન્ડલી ગરબાનો વિચાર આવકારદાયક છે.ગરબાનું વિસર્જન યોગ્ય રીતે ન થતાં મંદિરોમાં આમતેમ પગમાં આવવાની અને અવમૂલ્યન થતું હોવાની ઘટના દર વર્ષે જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...