શિક્ષણ:ઇસી સભ્યની ભલામણ, 2010 પછીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની જાહેરાત નહિ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુનિ.ના વિદ્યાર્થીઓ માટે 45 દિવસમાં કરવાની જાહેરાત હજી પણ અદ્ધરતાલ

એમ.કે.બી.યુ ની તા.14 જુલાઈનાં રોજ ભરાયેલ ઈ.સી.ની સભામાં બનેલ કમિટી દ્વારા 2010 પછીના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા કરેલ ઈ.સીના નિર્ણય પર વિદ્યાર્થીઓના હિતમાં ઝડપી પ્રકિયા કરવા ભલામણ કરવામાં આવી હતી. આ કમિટી દ્વારા તા. 28 સપ્ટેમ્બર નાં રોજ ઈ.સી સભામાં રીપોર્ટ જમા કરીને વિવિધ ચર્ચાઓના અંતે 2010 પછીના અને 2015-201 સુધીના તમામ વિદ્યાર્થીઓ વધુ એક તક આપવાનું નક્કી કરાયું હતું. જેમાં વિદ્યાર્થી વાર્ષિક કે સેમેસ્ટર કોઈ પણ પદ્ધતિમાં હોય, તથા યુ.જી અને પી.જી બન્નેના વિદ્યાર્થીઓ કે રેગ્યુલર અને એક્સટર્નલના વિદ્યાર્થીઓને પરીક્ષાઓ તક આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

પરીક્ષા ફોર્મ ભરવાની તારીખ બાદ 45 દિવસનો સમયગાળો મળે તે રીતે વ્યવસ્થા કરવા જણાવેલ અને તે વિદ્યાર્થીઓને જુના સિલેબસ મળી રહે તે માટે પણ વ્યવસ્થા કરવા જણાવેલ છે.જેની હજી સુધી જાહેરાત ન થઈ હોવાથી ઈ.સી. સભ્ય બ્રિજરાજ સિંહ ગોહિલ દ્વારા વિદ્યાર્થી હિતમાં જાહેરાત કરવાની ભલામણ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...