તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રસીકરણ:કોરોનાને કાબુમાં લાવવા રસીકરણ તંત્ર માટે કયાંક સરળ તો કયાંક કઠીન

ભાવનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • તળાજામાં એક જ દિવસમાં 746 અને ગારિયાધારમાં માત્ર 50
  • ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક સ્થળોએ યુવાનોમાં ઉત્સાહ તો કયાંક ઘરે ઘરે લોકોને જાગૃત કરવા પડે તેવી સ્થિતિ

કોરોનાની પહેલી અને બીજી લહેરે ભારે હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરોનાના કેસને કાબુમાં રાખવા અને કોરોનાથી દર્દીઓના મોતને અટકાવવા સરકારે વેકસિનેશન કામગીરીને ઝડપી બનાવવા એક ઝુંબેશ શરૂ કરી છે જેને જિલ્લામાં બહોળો પ્રતિસાદ સાંપડી રહયો છે.તળાજામાં ગત તા.4 જુનથી શરૂ કરાયેલ વેકસીનેશનમાં પ્રથમ દિવસે જ પાંચ કેન્દ્રમાં 18થી 44 વયના વ્યકિતઓ માટેમાં 746 વ્યકિતઓએ રસીકરણ કરાવ્યું હતું અને દિવસે દિવસે વેકસીનેશન કામગીરી વેગવાન બની રહી છે.તો કયાંક આરોગ્ય વિભાગે લોકોને ઘરે જઇને રસીકરણ માટે જાગૃત કરવા પડે તેવી સ્થિતી ઉભી થઇ છે.

કોરોનાને ઝડપથી નિયંત્રણમાં લાવવાનાં હેતુસર તળાજા વિસ્તારમાં કોવિડ વેકસીનેશનની કામગીરીમાં વેગ આવતા ગત તા.4.6.21 થી 18 વર્ષથી 44 વર્ષની વય જુથનાં લોકોને વેકસીનેશનની કામગીરી શરૂ કરવામાં આવ્યુ છે.તળાજા કેન્દ્ર ઉપરાંત તાલુકાનાં મણાર, પીથલપુર, બોરડા, અને ભદ્રાવળ આરોગ્ય કેન્દ્રમાં 18+ ને રસીકરણની કામગીરી યોજાઇ રહી છે.

તળાજા સહીત પાંચ કેન્દ્રોમાં પ્રથમ દિવસે 18 થી 44 વર્ષની વયજુથનાં 746 વ્યકતિઓનું રસીકરણ યોજાયું હતું. આ ઉપરાંત 45 થી વધુ વયજુથનાં લોકોની વેકસીનેશનની રૂટીન કામગીરી પણ શરૂ છે. જે મુજબ તળાજા અર્બન ઉપરાંત પીથલપુર, ત્રાપજ, બોરડા, કુંઢેલી, અને મણાર આરોગ્ય કેન્દ્ર પર 45 વય ઉપરનાંને પણ રસીકરણ ડોઝ અપાઇ રહયો છે.

વલભીપુર તાલુકામાં તંત્ર ઘરે ઘરે જઇને સંપર્ક કરશે
વલભીપુર શહેર અને તાલુકામાં વેકસીન લેવા માટે ભારે ઉદાસીનતા જોવા મળી રહી છે. છેલ્લા અઠવાડીયા દરમ્યાન કોરોનાના કેસોમાં ઘટાડો થતા લોકો કારોના જતો રહ્યો હોય તે રીતે પાછા બેદરકાર સાથે બેજવાબદારી પૂર્વક વર્તન કરતા હોય તેમ જણાય છે.હાલમાં વલભીપુર શહેર ખાતે બે કેન્દ્રો ઉપર વેકસિનેશન થઇ રહયું છે તેમ છતાં શહેરીજનો કોરોના વેવ સમયે જે ઉત્સાહ હતો તે ઓસરી ગયો હોય તે રીતે વેકસીન કેન્દ્ર ખાલીખમ હોય છે.રતનપુર(ગા) ના એમ.ઓ.ડો.વિદ્યા પાટીલેવલભીપુર શહેર અને ગામડાઓ બ્લોક હેલ્થ સૈન્ટર દ્વારા વેકસીન માટે હાલ પુરતો સ્ટોક હોવા છતાં લોકોમાં કોઇપણ કારણોસર રસી લેવાનો ઉત્સાહ અને જાગૃતીનો સંર્પૂણ અભાવ દેખાય છે માટે આગામી દિવસોમાં આરોગ્ય વિભાગ દ્વારા શહેર અને ગામડાઓમાં ઘરે ઘરે જઇને રસી નથી લીધી તેવા વ્યકિતઓનો સંર્પક કરીને રસી મુકાવા માટે સમજણ આપવામાં આવશે.

ગારિયાધારમાં 200 ડોઝમાંથી માત્ર 50 જ વપરાય છે
ગારીયાધાર શહેર તેમજ તાલુકામાં રસીકરણની સ્થિતિ અંગે તાલુકા હેલ્થ આફિસર ડો.સુરેશ પોકળએ જણાવ્યું હતુ કે હાલમાં ગારીયાધાર શહેરમાં તાલુકા શાળા ખાતે એક જ જગ્યા પર રસીકરણ ચાલુ છે.દરરોજ હાલમાં 200 ડોઝમાંથી માત્ર 50 ડોઝ વપરાય છે.રસીકરણ માટે લોકો હજુ આવતાં નથી.રસીકરણ જાગૃતતાનો અભાવ જોવા મળી રહ્યો છે.જ્યારે ગામડાની વાત કરીયે તો અમુક ગામના સરપંચો પણ રસીકરણ માટે સહયોગ આપતા નથી.અમારો સ્ટાફ ગામોમાં ઘરે ઘરે રસીકરણ કરાવવા જાય છે પરંતુ સ્ટાફ સાથે પણ ગામડાના અમુક લોકો ઝઘડો કરે છે ગામડાઓ રસીકરણ જાગૃતતાનો અભાવ છે.

અન્ય સમાચારો પણ છે...