પાકોને પાણીની તાતી જરૂરિયાત:પાલિતાણા પંથકમાં વરસાદ ખેંચાતા ધરતીપુત્રો ચિંતામાં

ભાવનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • માત્ર છુટા છવાયા ઝાપટા મોલાત માટે અપુરતા
  • ચોમાસુ આધારિત ખેતી પાક કપાસ ,મગફળી સહિતના પાકોને પાણીની તાતી જરૂરિયાત

પાલિતાણા સહિત જિલ્લામાં છેલ્લા એકાદ મહિનાથી વરસાદ ખેંચાતા ખેતી પાકને ભારે નુકશાન થવાની ભીતિ સેવાઇ રહી છે. ખાસ કરીને ચોમાસુ આધારીત પાક માટે વાવેતર કરાયા બાદ લાંબા સમયથી પાકને પાણી નહીં મળતા પાક મુરજાવાની સ્થિતિમાં ખેડુતોમાં ચિંતાની લાગણી પ્રસરી છે.

આ વર્ષે વાવાઝોડાનો વરસાદ અને પછી સિઝનનો વહેલો થયેલો વરસાદ ખેડૂતોમાં આનંદની લાગણીઓ લઈને આવ્યો હતો વાવણી પણ વહેલા થઈ હતી સારા વરસાદના કહી શકાય એવા મગફળી અને કપાસ ના પાકોની વાવણી પણ મોટા પ્રમાણમાં થઈ છે પરંતુ શરૂઆતના સારા વરસાદ પછી વરસાદ ખેંચાયો છે છુટા છવાયા ઝાપટા પડ્યા છે પણ જે પ્રકારે ઉભી મોલાતને જરૂર છે એવો વરસાદ ન થવાથી માત્ર ચોમાસાના વરસાદી આધારે ખેતી કરતા ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...