તપાસ:ભાવનગર શહેરના ટોપ થ્રી સર્કલ પાસેની દુકાનમાં વહેલી સવારે ચોરી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરોઢિયે 4.30 વાગ્યા દરમ્યાન ચોરી કરી, પોલીસ ફરિયાદ નોંધાઈ નથી

તળાજા જકાતનાકા વિસ્તારમાં બેફામ બનેલા તસ્કરોએ સતત બીજા દિવસે પણ એક દુકાનને નિશાન બનાવી હતી. વહેલી સવારે છાપરું ફાડીને દુકાનમાં ઘુસેલા ચોરે મોબાઈલ, બ્લૂટૂથ તથા રોકડ રકમની ચોરી કરી હતી. જોકે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ નહોતી.

શહેરના તળાજા જકાતનાકામાં ગઈકાલે ડેરી ફાર્મમાં ચોરીનો બનાવ બન્યાના બીજા જ દિવસે ટોપ થ્રી સર્કલ પાસે પલ્સ હોસ્પિટલની સામે આવેલા ખુશી પાન અને ડેરી પાર્લરમાં વહેલી સવારે 4.30 કલાકના સમયગાળા વચ્ચે દુકાન ઉપરના સિમેન્ટના પતરા તોડી દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાં રાખેલો એક મોબાઈલ, બ્લૂટૂથ તથા રોકડ અંદાજે રૂ. 5,500ની ચોરી થઈ હતી.

શૈલેશભાઈ ગીરજાશંકરભાઈ જાનીની માલિકીની દુકાન તેમણે ગઈકાલે રાત્રીના 9 વાગ્યે બંધ કરી હતી જે બાદ વહેલી સવારે 6.30 કલાકે દુકાન ખોલતા દુકાનમાં ચોરી થઈ હોવાનું માલુમ થતા દુકાનના સીસીટીવી તપાસતા સવારે 4.22 કલાકે ચોર દુકાનમાં પ્રવેશી અંદાજે અડધી કલાક દુકાનમાં રહી મોબાઈલ, બ્લૂટૂથ તથા રૂ. 5,500 રોકડા ચોરી કરી નિકળી ગયો હોવાનું જણાતા આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવ સ્થળની મુલાકાત પણ કરી હતી.

જોકે આ મામલે મોડી રાત સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નહોતી. ઉલ્લેખનિય છે કે, હજુ ગઈ કાલે જ આ જ વિસ્તારમાં આવેલા ડેરી ફાર્મમાં પણ ચોરી થઈ હતી અને તેમાં પણ કોઈ ફરિયાદ નોંધાઈ નહોતી. જ્યારે બીજી તરફ આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી સ્થાનિક વેપારીઓ માંગ કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...