તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરેશાની:ઇ-વે બિલનું સર્વર ઠપ્પ થયુ માલ પરિવહન અસરગ્રસ્ત, શનિવારે સાંજથી વેપારીઓ પરેશાન, જીએસટીની ટેકનિકલ ક્ષતિઓ યથાવત

ભાવનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)માં માલ પરિવહન માટે ઇ-વે બિલ ફરજીયાત બનાવવામાં આવ્યુ છે. શનિવારે સાંજથી ઇ-વે બિલનું સર્વર ઠપ્પ થઇ જતા વેપારીઓ હેરાન પરેશાન થઇ ગયા હતા. ટેકનિકલ ક્ષતિઓ અને જીએસટીને સાપેક્ષ સંબંધ હોય તે રીતે વારંવાર તેના સર્વરમાં ખામીઓ સર્જાતી રહે છે અને તેનો ભોગ વેપારીઓને બનવું પડે છે. શનિવારે સાંજથી ઇ-વે બિલનું સર્વર ઠપ્પ થઇ જતા વેપારીઓને માલ મોકલવાની પ્રક્રિયા બંધ થઇ ગઇ હતી. એક તરફ હાલ જીએસટી વિભાગ દ્વારા રોડ પર ઇ-વે બિલ અંગે કડક ચેકિંગ કરી રહ્યા છે અને નાની એવી ક્ષતિમાં પણ મોટી રકમની પેનલ્ટીઓ ફટકારી રહ્યા છે.એવા સમયમાં ઇ-વે બિલ જનરેટ કરતા સર્વરમાં ખામી સર્જાતા મોડી રાત સુધી તમામ કાર્યવાહી બંધ થઇ ગઇ છે. અને જે વેપારીઓને માલ મોકલવાના હતા તેઓ પણ રાહ જોઇને ઉભા રહી ગયા હતા. નાની નાની વાતોમાં પેનલ્ટી ફટકારતા તંત્રની ટેકનિકલ ક્ષતિઓથી વેપારીઓ ત્રસ્ત બની ગયા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો