મંજૂરીપત્ર:ભાવનગરમાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનું કરાયેલું ઇ-લોન્ચિગ

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બેંક લોનનું વ્યાજ રાજ્ય સરકાર ભોગવશે
  • સખીમંડળોને રૂ.12 લાખના ધિરાણ મંજૂરીપત્રો એનાયત

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજયમંત્રી વિભાવરીબેન દવેની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો ઈ-શુભારંભ કરવ્યો હતો.ભાવનગર ખાતેથી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો પ્રારંભ કરાયો હતો. સ્વસહાય જૂથની 12 મહિલાઓને રૂ.12 લાખના ધિરાણ મંજૂરીપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. મહિલાઓને ધિરાણ માટે જિલ્લાની વિવિધ 7 બેન્કો, સહકારી મંડળીઓ સાથે સમજૂતી કરાર કરવામાં આવ્યા છે.

આ યોજના હેઠળ એક લાખ જેટલા મહિલા સ્વસહાયતા જૂથોને પ્રત્યેકને રૂ.એક લાખનું આર્થિક ધિરાણ આજીવિકામાં વધારો કરતી પ્રવૃત્તિઓ માટે આપીને, આ જૂથો સાથે સંકળાયેલી 10 લાખ મહિલાઓને નવ સશક્તિકરણ માટે સક્ષમ બનાવવાનો છે. આ પ્રસંગે નીમુબેન બાંભણીયા, યુવરાજસિંહ ગોહિલ તથા ભાવનાબેન મકવાણાએ પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા. આ યોજનાનો રાજ્યના એક લાખ મહિલા જૂથની કુલ 10 લાખ માતા-બહેનોને મળશે. અને કુલ 1,000 કરોડ સુધીનું ધિરાણ મહિલા જૂથોને આપવામાં આવશે. બેંક લોનનું વ્યાજ રાજ્ય સરકાર ભોગવશે અને લોન માટે જરૂરી સ્ટેમ્પ ડ્યુટીમાં માફી પણ અપાશે. એક લાખ મહિલા જૂથોને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનામાં આવરી લેવાશે.

અન્ય સમાચારો પણ છે...