ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે જાહેર થયેલા ગુજકટેના પરિણામમાં ભાવનગરની જ્ઞાનમંજરી વિદ્યાપીઠમાં ભણતા દ્વિન આદેસરાએ કુલ 120માંથી 120 ગુણ મેળવીને સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમ અંકે કરીને સફળતા અંકે કરી છે. તેણે એક વાતચીતમાં જણાવ્યું હતુ કે ગુજકેટ અને હવે લેવાનારી નીટની કસોટી માટે રોજ 10 કલાકનો નિયમિત અભ્યાસ આવશ્યક છે. તેને તેના પિતા ડો.પ્રકાશભાઇ આદેસરાના પગલે તબીબ બનીને સમાજ સેવા કરવી છે અને આ માટે હવે તે નીટની તૈયારી કરી રહ્યો છે.
દ્વિજ આદેસરાને આજે જાહેર થયેલા ગુજકેટના પરિણામમાં ફિઝિકસમાં 40માંથી 40, કેમેસ્ટ્રીમાં 40માંથી 40 અને મેથ્સમાં 40માંથી 40 માર્ક્સ મેળવ્યા છે. આમ કુલ 120માંથી 120 માર્ક્સ મેળવ્યા છે. એટલે કે એક પણ માર્ક ગુમાવ્યો નથી અને આ રીતે ગુજકેટમાં સમગ્ર ગુજરાતમાં રાજ્યમાં ગુજકેટમાં પ્રથમ નંબર મેળવ્યો છે. દ્વિજને ધો.12 સાયન્સમાં બોર્ડની પરીક્ષામાં 98.98 પર્સન્ટાઇલ મેળવ્યા છે.
વચ્ચે લોકડાઉન હતું તે સમયે નિયમિત અભ્યાસમાં થોડી ખલેલ પડી હતી પણ જ્ઞાનમંજરી શાળા ચાલુ થઇ ગયા બાદ રોજ શાળામાં શિક્ષકો દ્વારા અભ્યાસ અને ઘરે રિવિઝન મળીને 10 કલાકના નિયમિત અભ્યાસથી આ સફળતા મેળવી છે. હવે તે રોજ 10 કલાકથી વધુ સમય નીટની કસોટી માટે મહેનત કરી રહ્યો હોય તેને માટે બેસ્ટ લક. ઘરના પરિવારજનોએ પણ તેની આ સફળતા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. પોતાની આ સફળતા માટે તેણે ઘરના સભ્યો અને શાળાના શિક્ષકોને શ્રેય આપ્યો હતો.
સામાન્ય વર્ગના બે છાત્રોની ઝળહળતી સફળતા
બી.એન.વિરાણી સ્કૂલમાં અભ્યાસ કરતા અને રત્નકલાકાર સુરેશભાઇ રાઠોડના પુત્ર જય રાઠોડે ધો.12 સાયન્સમાં 99.91 પર્સન્ટાઇલ મેળવી સ્કૂલ પ્રથમ રહ્યાં છે. ખાસ તો ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન બન્નેમાં 97-97 માર્ક મેળવ્યા છે. તો ગુજકેટમાં 114.25 એટલે કે 99.77 પર્સન્ટાઇલ મેળવ્યા છે. જ્યારે આ જ સ્ક્ષ્કૂલના અન્ય એક અતિ સામાન્ય વર્ગના વિદ્યાર્થી સુમિત ચૌહાણ કે જેના પિતા કલ્પેશભાઇ ચૌહાણ તળાજા રોડ પર વેલ્ડિંગ કામ કરે છે. સુમિતે 99.14 પર્સન્ટાઇલ મેળવ્યા છે જેમાં ગણિતમાં 98 માર્ક છે. જ્યારે ગુજકેટમાં 108 માર્ક , 99.14 પર્સન્ટાઇલ મેળવ્યા છે. આ બંને વિદ્યાર્થીએ સામાન્ય પરિવારના હોવા છતા તેજસ્વી સફળતા મેળવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.