તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:કોરોનાના નિયમો સાથે આજે ઉજવાશે રંગ પર્વ ધૂળેટી

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઘરે સભ્યો રંગે રમી શકશે, જાહેરમાં યોજાતાં ધૂળેટીના કાર્યક્રમો પર પ્રતિબંધ જાહેર

ગુજરાત સરકારે હોળી-ધુળેટીના પર્વને કારણે કોરોના સંક્રમણ ફેલાય નહીં તે માટે માર્ગદર્શિકા બહાર પાડી છે, જે અનુસાર આજે હોલિકા દહનનો કાર્યક્રમ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે યોજાયા બાદ આવતી કાલ તા.29 માર્ચને સોમવારે રંગ પર્વ ધૂળેટીની ઉજવણી કરવામાં આવશે. જેમાં ઘરના સભ્યો વચ્ચે યોજાતાં ધૂળેટીના નાના કાર્યક્રમો પર કોઈ પાબંદી રખાઈ નથી અથવા તેની કોઈ સ્પષ્ટતા નથી, પરંતુ જાહેરમાં યોજાતાં ધૂળેટીના કાર્યક્રમો પર સરકારે પ્રતિબંધ જાહેર કર્યો છે.

શહેરના વિવિધ વિસ્તારોમાં નાની-મોટી હોળીનું દહન કરાયું હતું. પરિણીતા બહેનોએ હોળી ફરતે ફેરા ફરી આશીર્વાદ લીધા હતા અને આખો દિવસ ‘’હોળી ભૂખ્યા’ રહ્યાં હતા. નાના છોકરાને હોળીની પ્રદક્ષિણા કરાવી આર્શીવાદ લીધા હતા. નાળીયેર સાકરની પ્રસાદીનું વિતરણ કરાયું હતું.

હોળીની પરંપરાગત રીતે ઉજવણી કર્યા બાદ સોમવારે ધૂળેટીની રંગપર્વની ઉજવણી કરાશે. જેમાં આ વર્ષે કોરોનમાની ગાઇડલાઇન આપવામાં આવી છે. નાના-મોટા સૌ કોઈ અબિલ-ગુલાલ અને કેસુડાના રંગે રમશે. જોકે કેમિકલ મિશ્રિત કૃત્રિમ રંગોથી દૂર રહેવાની સ્કિન સ્પેશ્યિાલીસ્ટ તબીબોએ ખાસ સલાહ આપી છે. કારણ કે હલકી અને કેમિકલવાળા રંગોથી ત્વચા અને આંખોને ઘણીવાર નુકસાન થતું હોય છે. ધૂળેટીના પર્વે રંગો ઉપરાંત ઉંધિયું, શીખંડ અને મઠ્ઠો ઉપરાંત સમોસા, ખાંડવી, ઢોકળા વિ. ની સારી ખપત રહેશે.

ધૂળેટીના તહેવારમાં નુકસાનકારક કેમિકલ્સના રંગોથી આંખોને સલામત રાખવા સનગ્લાસ અચુક પહેરવા જોઈએ. ચહેરાને કલરના અચાનક આક્રમણથી બચાવવુ ખુબ જ મુશ્કેલ છે પરંતુ જો આમ થાય તો આંખો અને મોઢુ ચુસ્તપણે બંધ કરી દેવું જોઈએ. ડ્રાઈવીંગ કરતી વખતે સજાગ અને સલામત રહેવું. પાણીના ફુગ્ગા કે અન્ય કોઈ વસ્તુના અચોક્કસ આક્રમણથી ચેતવુ અને હેલમેટ અચુક પહેરવી. કારમાં ડ્રાઈવીંગ કરતી વખતે બારી ચુસ્તપણે બંધ રાખવી. કાર એસી ન હોય તો પણ તેમ કરવું સલાહભર્યું છે. ટોળાની વચ્ચે કાર લઈ જવાનું ટાળો અને સલામત અંતરે રાહ જુઓ અને પછી પસાર થાવ.

આ તહેવારમાં બાળકોને ઈંડા, કાદવ અને ગટરના દૂષિત પાણીથી હોળી રમતા અટકાવો. ભાંગ કે નશાયુક્તપીણા પીધા હોય તો, ડ્રાઈવીંગ ન કરો. ધૂળેટીના દિવસોમાં શેરીઓમાં એકલા ન ફરો કારણ કે તમે કોઈના નિશાન પર હોઈ શકો છો.

કોરોના સાથે આ બાબતો પણ ધ્યાનમાં રાખો
…À ધૂળેટી રમીને તરત જ સ્નાન કરી લેવું જોઈએ À… માથામાં તેલ નાખી હોળી ન રમવું, માથું કોરૂં રાખવું À… હોળી રમ્યા પછી ફેશિયલ, કોસ્મેટિક પ્રોસીજર ન કરવી જોઈએ. À 3-4 દિવસ તડકાથી બચવું જોઈએ …À પરફ્યુમ કે સ્ટ્રોંગ સાબુ ન વાપરવા À ગ્લિસરિન બેઈઝ સાબુ વાપરવાનું રાખવું À… કપડાં કોટન બેઈઝ શક્ય તેટલા લૂઝ પહેરવા જોઈએ તથા લાંબી બાંયનો શર્ટ પહેરવા À ચહેરા પર મોઈસ્ચ્યુરાઈઝર લગાડવું À… વાળને નેચરલ શેમ્પુથી સાફ કરવા À સનસ્ક્રીન લોશન લગાડી નીકળવું જોઈએ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો