તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • During The Corona Era, A Living Bomb Was Experienced From A Train Journey, Prof. In The Bandra Train. Ashish Shukla Complained To The Ministry

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:કોરોના કાળમાં રેલ્વે મુસાફરીથી જીવતા બોંબનો અનુભવ થયો, બાંદ્રા ટ્રેનમાં આવેલા પ્રો. આશિષ શુક્લએ મંત્રાલયને ફરિયાદ કરી

ભાવનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રેનના વોશરૂમમાં સેનીટાઇઝર તો શું સાબુ પણ નહિ

"એક તરફ કોરોના કાળમાં લોકો હેરાન - પરેશાન છે અને બીજી તરફ રેલ્વે તંત્ર દ્વારા જીવતા બોંબ જેવી સફરનો અનુભવ થાય છે.હું 2 દિવસ પહેલા બાંદ્રા ટ્રેનમાં મુસાફરી કરીને આવ્યો પણ તેમાં માત્ર બેદરકારી જ હોવાથી હું રીતસર ડરી ગયો હતો.મને થયું કે કદાચ ભાવનગર પહોંચતા પહોંચતા મને પણ કોરોના થઈ જશે.મારે અહીં પહોંચીને તરત જ રિપોર્ટ કરાવવો પડયો. જો કે સદભાગ્યે મારો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. છતાં મેં તે બાબતે રેલવે મંત્રાલયને રજૂઆત કરીને જણાવ્યું છે કે, રેલવે દ્વારા કોરોનાની તકેદારીના કોઈ પણ પગલાનું પાલન થતું નથી.જે લોકો માટે ખૂબ જ ભયાનક છે.

આ ઉપરાંત ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળને પણ જાણ કરી છે કે તરત જ પગલા લેવાવા જોઈએ. મારે માલદા ખાતે કામકાજ સબબે જવાનું થયું હતું. જેમાં ફ્લાઇટની મુસાફરી દરમિયાન મને સોશિયલ ડિસ્ટન્સ, સેનીટાઇઝર જેવા તમામ નિયમોનું પાલન થતાં જોવા મળ્યું. પરંતુ મુંબઈથી ભાવનગર બાંદ્રા ટ્રેનમાં આવતા મારા નાકે દમ આવી ગયો હતો.જો આમ જ ચાલુ રહેશે તો અનેક મુસાફરો કોરોનાના સકંજામાં સપડાઇ શકે છે.બચવા માટે ક્લાસ 2માં સફર કરી હતી. પરંતુ ત્યાં પણ વોશરૂમમાં સેનીટાઇઝર તો શું સાબુની પણ વ્યવસ્થા નહોતી. રેલ્વે મંત્રાલય દ્વારા તાત્કાલિક પગલાં ભરવાની જરૂરિયાત પ્રવર્તી રહી છે "

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો