તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભાવનગર અને બોટાદ જિલ્લા તોલમાપ અને ગ્રાહક સુરક્ષા તંત્ર દ્વારા હાલમાં દિવાળીના તહેવારો દરમિયાન 435 જેટલા વિવિધ એકમોની ઓચિંતી મુલાકાત લઇને 23 એકમો સામે ક્ષતિઓ બદલ કાયદેસર કાર્યવાહી કરીને આ એકમો પાસેથી ગુન્હા માંડવાળ ફી પેટે રૂ.50 હજાર વસૂલ કરવામાં આવ્યાં તથા 278 એકમોની ચકાસણી કરી રૂ.4,27,530 ચકાસણી ફી તથા વિલંબિત અને અન્ય ફી સહિત કુલ રૂ.4,78,375ની ફી વસૂલી હતી. ચાલુ વર્ષ 2020-21 દરમિયાન વિવિધ 3987 એકમોની તપાસ કરવામાં આવી હતી.
જેમાં વજનમાપ કાયદા નિયમો તથા શરતોના ભંગ કરવા બાબતની ક્ષતિઓ બદલ કુલ 192 એકમો સામે કાયદેસર કાર્યવાહી કરી આ એકમો પાસેથી ગુન્હા માંડવાળ ફી પેટે રૂ.2,66,700 વસૂલ કરવામાં આવ્યાં તથા 3307 એકમોની ચકાસણી કરી રૂ.29,46,148 ચકાસણી ફી તથા વિલંબિત ફી અને અન્ય ફી સહિત કુલ રૂ.40,24,528ની વસૂલાત કરવામાં આવી હતી. આ કામગીરીમાં જિલ્લા અધિકારી કે.એમ.રાવળ અને અન્ય કર્મચારીઓ જોડાયા હતા. કોરોનાની મહામારીના કારણે સરકાર દ્વારા વિલંબિત ચકાસણી ફીમાં આપેલી રાહત તા.31 ડિસેમ્બર,2020 સુધી જ હોય બાકી રહેલા એકમોએ વહેલી તકે ચકાસણી મૂલ્યાંકન કામગીરી કરાવી લેવા તાકીદ કરાઈ છે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.