તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરનામું:દિવાળી દરમ્યાન રાત્રે આઠથી દસ વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે

ભાવનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઇ-કોમર્સ વેબસાઇટ ફટાકડાના વેચાણ માટે ઓનલાઇન ઓર્ડર લઇ શકશે નહી

ભાવનગર જિલ્લામાં દિવાળી દરમ્યમાન રાત્રિના 8 થી 10 કલાક દરમ્યાન ફટાકડા ફોડી શકાશે. સીરીઝમાં જોડાયેલા ફટાકડાથી મોટા પ્રમાણ હવા, અવાજ અને ધન કચરાની સમસ્યા થતી હોવાથી તે રાખી શકાશે નહી. ફોડી શકાશે નહી કે વેચાણ કરી શકાશે નહિ,તેવું જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાએ જાહેરનામું બહાર પાડીને જણાવ્યું છે. ભાવનગર જિલ્લાના સમગ્ર મહેસુલી વિસ્તારમાં દિવાળી દરમ્યાન રાત્રીના 8થી 10 કલાક દરમ્યાન ફટાકડા ફોડી શકાશે. ફટાકડા દરેક બોકસ ઉપર PESOની સૂચના પ્રમાણેનું માર્કિગ હોવું જરૂરી છે. હોસ્પિટલ, નર્સિંગહોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોની 100 મીટરની ત્રિજયાના વિસ્તારને સાયલેન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે. અને ત્યાં કોઇ પણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહી.

કોઇપણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત કરી શકાશે નહિ, રાખી શકાશે નહિ કે વેચાણ કરી શકાશે નહી.તેમજ ઇ-કોમેર્સ વેબસાઇટસ ફલીપકાર્ટ, એમેઝોન સહિતની કોઇપણ ઇ-કોમર્સ વેબસાઇટ ફટાકડાના વેચાણ માટે ઓનલાઇન ઓર્ડર લઇ શકશે નહી કે ઓનલાઇન વેચાણ કરી શકશે નહી. બજારો, શેરીઓ, ગલીઓ, જાહેર રસ્તાઓ, પેટ્રોલપંપ, એલ.પી.જી., બોટલીંગ પ્લાન્ટ, એલ.પી.જી. ગેસના સ્ટોરેજ અન્ય સળગી ઉઠે તેવા પદાર્થોને સંગ્રહ કરેલા ગોદામો તથા હવાઇ મથકની નજીક ફટાકડા દારૂખાનું ફોડી શકાશે નહી. કોઇપણ પ્રકારનું સ્કાય લેન્ટર્સ (ચાઇનીઝ તુક્કલ/આતશબાજ બલુન)નું ઉત્પાદન તથા વેચાણ કરી શકાશે નહી તેમજ કોઇપણ સ્થળે ઉડાડી શકાશે નહી. આ જાહેરનામું તા. 16 નવેમ્બર સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય દંડ સંહિતાની કલમ- 188 મુજબ શિક્ષાને પાત્ર થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો