ભાવનગર:સિહોરના દેવગાણા ગામેથી ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો

ભાવનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડોક્ટર પાસે કોઈ ડિગ્રી નહોતી - Divya Bhaskar
ડોક્ટર પાસે કોઈ ડિગ્રી નહોતી
  • દવાઓ અને મેડિકલ સાધનો મળી કુલ રૂ. 32,118નો મુદ્દામાલ કબ્જે કર્યો

ભાવનગર SOGએ સિહોર દેવગાણા ગામે કેન્દ્રવર્તી શાળા પાસે ડિગ્રી વગર દવાખાનું ચલાવતો અનિલ રામજીભાઇ બારૈયાને ઝડપી લીધો છે. દવાખાનેથી જુદી-જુદી એલોપેથિક દવાઓ અને મેડિકલ સાધનો મળી કુલરૂ. 32,118ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેની સામે મેડિકલ પ્રેક્ટિસનર એક્ટ હેઠળ શિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આગળની તપાસ સિહોર પોલીસ ચલાવી રહી છે.

રાજકોટમાંથી અગાઉ બોગસ ડોક્ટર ઝડપાયો હતો
27 જુલાઈના રોજ રાજકોટ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીના આધારે કોઠારીયા સોલ્વન્ટમાં શીતળાધાર 25 વારીયા મેઈન રોડ ઉપર હનુમાનજીના મંદિર નજીક ક્લિનિક ચલાવતો નીપુ કુમોદરંજન મલીક (ઉં.વ.43)ને ઝડપી પાડ્યો હતો. ધોરણ 8 પાસ નીપુ કુમોદરંજન મલીક કોઈ પણ જાતની મેડિકલ ડિગ્રી વગર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતો હતો. પોલીસે આરોપી નીપુ મલીકને ઝડપી પાડી જુદા-જુદા સાધનો, દવાઓ, ઈન્જેક્શન અને ગ્લુકોઝના બાટલા સહિત કુલ 10 હજાર 257 રૂપિયાનો મુદ્દમાલ કબ્જે કર્યો હતો અને બોગસ ડોક્ટરનો પર્દાફાશ કર્યો હતો.

(ભરત વ્યાસ, ભાવનગર)