વિશેષ:સગીરાના અફેરને કારણે માતા પિતાએ હીરા ઘસવા બેસાડી

ભાવનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 17 વર્ષની સગીર દિકરીને તેના વાલી રાખવા માંગતા નહી હોવાથી 181એ આશ્રય અપાવ્યો

ભાવનગર શહેર અને જિલ્લામાં મહિલા હેલ્પલાઈન 181એ બે કેસમાં એક સગીર યુવતી અને એક પાલિતાણાની પરણિત મહિલાની મદદે આવી હતી.શહેરની એક સગીર વયની યુવતીએ ગત તા. 25/7ના રોજ બપોરે 181માં કોલ કરી તેના માતા પિતા તેની પાસે હિરા ઘસાવે છે અને રૂપિયા લઈ લે છે તેમજ જમવા નહી આપી ત્રાસ આપે છે.

જેથી મહિલા હેલ્પલાઈનના કાઉન્સેલર પુજાબેન ચુડાસમા, કોન્સ્ટેબલ ઉપાસનાબા અને પાયલોટ હાર્દીકભાઈએ યુવતીનો સંપર્ક કરી પોલીસ સ્ટેશને લાવી તેના પિતાને બોલાવ્યા અને કાઉન્સેલિંગ કરતા સગીરાના પિતાએ જણાવ્યું કે, મારી દિકરીને કોઈ છોકરા સાથે અફેર છે અને તેથી અમે તેની સાથે આવુ કરીએ છીએ તેમ સ્વિકારતા, તેઓને CWCની સમિતિ સામે રજુ કરવામાં આવતા ત્યાં જાણવા મળ્યું કે, આ સગીરાને તેના વાલીએ પહેલેથી ભણવા મુકી નથી અને જન્મના કોઈ આધાર પુરાવા પણ નથી બનાવ્યા અને કોઈ લાગણી ભર્યો વ્યવહાર કર્યો નથી અને તેના માતા પિતાને છોકરી હીરા ઘસે તેમાં જ રસ છે અને તેના વાલી તેને રાખવા માંગતા નહી હોવાથી સગીરાને 181ની ટીમ દ્વારા આશ્રય અપાવ્યો હતો.

લગ્ન સંસાર તુટતો બચાવતી પાલિતાણા 181
પાલિતાણામાં સાસરું ધરાવતી એક મહિલાને તેનો પતિ દારૂ પીને માર મારતો હતો. મહિલાને 10 વર્ષના લગ્ન જીવનમાં 4 બાળકો હતા. જેમાં ત્રણ દિકરીઓ અને 1 નાનો દિકરો છે. પતિ દ્વારા વારંવાર ત્રાસ આપવામાં આવતા મહિલા કંટાળી ગઈ હતી અને તેના પતિએ નાનો દિકરો લઈ ત્રણ દિકરીઓ સાથે કાઢી મુકતા મહિલાએ પાલિતાણા 181ની મદદ લેતા ટીમ દ્વારા તેમનું કાઉન્સેલિંગ કરી સમાધાન કરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...